કહેવાય છે ને કે એક સારો મિત્ર સારી રાહ ચિંધાડે છે,એક સારા ગુરુ સારું જ્ઞાન આપે છે,તેમજ સજ્જન માતા પિતા પાસેથી સારા સંસ્કાર મળે છે ત્યારે આ ત્રણેય વાતને સિદ્ધ કરતી અમરેલીના વિઠલપુરની આ ત્રણેય દીકરીઓએ વિજ્ઞાનપ્રવાહમાં સારા ક્રમાંક લાવી સફળતા મેળવી છે
અમરેલી જિલ્લામા આવેલ વિજ્ઞાન પ્રવાહમાં એક નહિ, બે નહિ પરંતુ ત્રણ દિકરીઓ અને તે પણ એક જ ગામની વિધાર્થીઓએ સારા ક્રમાંક મેળવીને વિઠલપૂર ખંભાળિયાનું નામ રોશન કર્યું….. ત્રણેય દિકરીઓ એક જ ગામમાં સાથે રહી સાથે અભ્યાસ કર્યો, અને સાથે જ સારા માર્ક સાથે પાસ થયા અને સાથે જ મેડિકલ લાઈનમાં જવાનું પસંદ કર્યું છે. સારા માર્ક સાથે પાસ થતાં તેમના માતા પિતાનું નામ રોશન કર્યું અને નાનપણથી સાથે રહી છે અને સ્કૂલોમાં પણ સાથે ભણી છે અને સાથે મળીને અભ્યાસમાં કોઈ મૂંઝવણ જણાય તો ત્રણેય દિકરીઓ સાથે મળીને એક બીજાને અભ્યાસક્રમમાં મદદરૂપ બને છે અને આ સમયમાં લોકો પોતાના સ્વાર્થનું વિચારતા હોય છે ત્યારે આ સમય માં ત્રણેયની મિત્રતા એટલે મજબૂત કે લોકોને તેમની પાસેથી અનોખી પ્રેરણા મળી રહે ત્યારે આ સમયમાં લોકો સામે વાળા વ્યક્તિથી કેમ આગળ નીકળી શકે તેવી વિચારધારા ધરાવતા હોય છે. પરંતુ આ ત્રણેય દિકરીઓ હમેશા એક બીજાને મદદરૂપ બની દરેક મુશ્કેલીઓમાં સાથે ઊભી રહે છે આમ વીઠલપુરના ખંભાળિયાની ત્રણ દિકરીઓએ પોતાના ગામનું અને એક જ સંસ્થામાં અભ્યાસ કર્યો તે સંસ્થાનું પણ નામ રોશન કર્યું છે ત્યારે આ દિકરીઓનું ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને મહેશભાઈ કસવાલા તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા ત્રણેય દિકરીઓને સન્માન કરી અભિનંદન આપ્યા હતા



















Recent Comments