ગુજરાત

શિક્ષણ મંત્રીએ કોલેજ કેમ્પસમાં વૃક્ષો રોપી વિદ્યાર્થીઓને ગ્રીન ગુજરાતનો મેસેજ આપ્યો

આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશભાઇ ઠાકોરના હસ્તે એનાસણ (નરોડા) એસ.એન.એમ.ઇ કેમ્પસ ખાતે રક્તચંદન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં કેમ્પસ ના ટ્રસ્ટી ધવલસિંહ ઝાલા તેમજ નરેન્દ્રસિંહ ઝાલા સાથે 2000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ એનાસણ ખાતે શિક્ષણ મંત્રી  જીતુભાઇ વાઘાણી તેમજ અલ્પેશ ઠાકોર ના વરદ હસ્તે એ- વન પેટ્રોલિયમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં એસ.એન.એમ.ઇ કેમ્પસમાં ચાલતા ફાર્મસી, એન્જિનિયરિંગ, નર્સિગ, ફિજીયોથેરાપી જેવી વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા બે હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જુદી-જુદી જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ લોકોને વધુમાં વઘુ વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપી હતી. ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઉનાળા જેવી કાળઝાળ ગરમીમાં વૃક્ષો જ આપણો સહારો બનતા હોય છે. ત્યારે રક્તચંદન વૃક્ષારોપણના કાર્યક્રમ થકી ગ્રીન ગુજરાતનો મેસેજ પણ શિક્ષણ મંત્રી દ્વારા લોકોને આપવામાં આવ્યો હતો.

Related Posts