વડોદરાના સિંઘરોટ રોડ પર મીની નદી પાસે એક ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. જેમાં કારનો ચાલક બળીને ભડથું થઇ ગયો હતો. આગ લાગતા ત્યાંથી પસાર થતાં લોકોએ ફોન કરી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી વડોદરાના વડીવાડી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કારમાં લાગેલી આગને બૂઝાવી હતી. જાે કે, કાર આગમાં ખાખ થઇ ગઇ હતી અને કાર ચાલક વ્યક્તિ પણ કારમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જેથી તે કારમાં જ જીવતો ભૂંજાઇ ગયો હતો. ઘટનાને પગલે એરારાટી વ્યાપી ગઇ હતી.ર્ કારમાં આગ લાગવનું પ્રાથમિક કારણ શાર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના સિંધરોટ રોડ પર એક ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાં કારમાં સવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેની ઓળખ કરી વધુ તપાસ હાથધરવામાં આવી છે.
વડોદરામાં ઈકો કારમાં આગ લાગતા કારચાલક સળગી ગયો


















Recent Comments