બોલિવૂડ

પાકિસ્તાની સ્ટારે જંગલમાં આગ લગાવી કર્યો વીડિયો શૂટ , લોકો થયા ગુસ્સે

પાકિસ્તાનના એબોટાબાદના જંગલોમાં આ દિવસોમાં ભીષણ આગ લાગી છે. આ જંગલની આગ ત્યાં પડી રહેલી જબરદસ્ત ગરમી અને હીટવેવને કારણે લાગી છે. આ દરમિયાન આગ વચ્ચેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બધુ ત્યારે બન્યું છે જ્યારે પાકિસ્તાનની એક સોશિયલ મીડિયા સ્ટારે ત્યાં તેનો વીડિયો શૂટ કર્યો છે.  

પાકિસ્તાનની સોશિયલ મીડિયા સ્ટાર હુમૈરા અસગરે સળગતા જંગલોની વચ્ચે એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હું જ્યાં જાઉં છું ત્યાં આગ લાગે છે. હુમૈરાએ આ વીડિયો આગથી ઘેરાયેલા જંગલમાં બનાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હુમૈરા અસગરે ગાઉન પહેર્યું છે અને તે તેને પહેરીને ચાલી રહી છે અને તેની પાછળ જંગલનો મોટો હિસ્સો સળગી રહ્યો છે.  

આ વીડિયો વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. એટલું જ નહીં કેટલાક યુઝર્સે એવો પણ આરોપ લગાવ્યો છે કે, હુમૈરા અસગરે પોતાનો વીડિયો શૂટ કરવા માટે આ આગ લગાવી છે. વધી રહેલા વિવાદને જોઈને હુમૈરાની ટીમે સ્પષ્ટતા કરી. તેમના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ આગ તેમણે શરૂ કરી નથી. આ વિડિયો બનાવવામાં કોઈ નુકસાન થયું નથી.  

જો કે, આ પછી પણ લોકો સહમત ન થયા, હુમેરાએ વિડિયો ડિલીટ કરી દીધો, પરંતુ તેમ છતાં આ વીડિયો અને તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોએ તેને ગુનો ગણાવ્યો હતો અને પોલીસ પાસે માંગ કરી હતી. કે તેમની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં કાળઝાળ ગરમીના કારણે કેટલાક વિસ્તારોનું તાપમાન 51 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના કારણે એબોટાબાદના જંગલોમાં ભીષણ આગ લાગી છે.  

Related Posts