લગ્ન ની કંકોત્રી છપાવવા મુદ્દે તકરાર, વૃદ્ધ ને મૂઢ માર મારતા મોત , પ્રસંગ માં માતમ ફેરવાયો
બે વર્ષ અગાઉ મૃતકના ભાઈ અમરસીંગભાઇ જોતીભાઇ ભાભોર નાઓની સાથે જમીન સબંધે બોલાચાલી ઝઘડો થયેલ ત્યારથી અમરસીંગભાઇના પરીવાર તથા મૃતકના પરીવાર વચ્ચે સારા નરસા પ્રસંગમાં એક બીજાના ત્યા જતા આવતા ન હતા અને તેઓને જણાવી દિધેલ કે કોઇપણ પ્રસંગ આવે તો અમારે અને તમારે કોઇ સબંધો નથી જેથી આજ પછી અમોને બોલાવવા નહીં તેવી નિર્ણય કરાયો હતોમૃતકના ભાઈ અમરસીંગભાઇ ના પુત્ર અક્ષયના લગ્ન આ મહિનામા છે જેની કંકોત્રી છાપેલ જે કંકોત્રીમા મૃતક રમસુભાઇ તથા પુત્રોનું નામ કેમ લખાવેલ છે ? તેમ કહી વાતો કરતા દરમિયાન તે સમય દરમ્યાન અમરસીંગભાઇ નો છોકરો અક્ષય તેના હાથમાં લાકડી લઇને અમને મારવા માટે આવેલો ત્યારે મે તેના હાથમાની લાકડી પકડી સામનો કરતા ત્યારબાદ અમારે લગ્ન કંકોત્રીમાં નામ કેમ લખાવ્યુ તે બાબતે બોલાચાલી થતા ધકકા-મુકકી મારામારી થઇ હતી અમરસીંગભાઇના છોકરા રૂચિતભાઇએ મૃતક ને પકડી પાડી જમીન ઉપર પાડી દઇ પેટના ભાગે લાતો મારેલી આ વખતે અક્ષયભાઇ તથા કાકી સંગીતા
બેન પણ મૃતકને નીચે પડેલાને તેઓને પેટના ભાગે લાતો મારવા લાગેલા અને સંગીતાકાકી બૂમો પાડતી હતી કે, હજી મારો હજી મારો ’’ તેવામાં બુમાબુમ થતા આ ત્રણેય જણા તેઓના ઘરે જતા રહ્યા હતા મૃતકને પેટના ભાગે ગેબી માર વાગેલો હોય તેઓ પેટ પકડી બુમો પાડતા હતા જેથી અમો બધા તેઓને ઉંચકીને ૧૦૮ ને ફોન કરીને સારવાર આર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લવાયા હતા ત્યાં સારવાર દરમિયાન મૃતકની હાલત ગંભીર થતા તેને વડોદરા રીફર કરતા સારવાર દરમિયાન મોત થતા આ સંદર્ભે પિતાનું મોત નિપજતાં પુત્રે પરિવાર નાં ૩ વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments