fbpx
અમરેલી

બાબરા તાલુકાના હાથીગઢ લુણકી માર્ગનું ખાત મુહૂર્ત કરાયું. સ્ટેટ હાઇવે રોડને જોડતો માર્ગ રૂપિયા ૧૫ના ખર્ચે બનશે

બાબરા તાલુકાના હાથીગઢ લુણકી માર્ગનું ખાત મુહૂર્ત કરાયું.  સ્ટેટ હાઇવે રોડને જોડતો માર્ગ રૂપિયા ૧૫ના ખર્ચે બનશે..
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ભૂમિપૂજન કરી કામગીરી શરૂ કરાઇ બાબરા તાલુકાના હાથીગઢ લુણકી માર્ગ રૂપિયા ૧૫ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મંજૂર કરી ખાત મુહૂર્ત કરી માર્ગનું કામ શરૂ કરાવતા રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી હતી..
  બાબરા તાલુકાના હાથીગઢ લુણકી માર્ગ બાબરા અમરેલી સ્ટેટ હાઇવે રોડ ને જોડતો અતિ મહત્વનો માર્ગ છે અહીં પેવર માર્ગ બનવાની સ્થાનિક અગ્રણીઓમાંથી રજુઆત ધારાસભ્યને મળતા તેઓ દ્વારા રાજ્ય સરકારમાં અસરકારક રજુઆત કરતા રૂપિયા ૧૫ લાખના ખર્ચ રોડ મંજુર તથા તેનું ભૂમિ પૂજન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કરી માર્ગની કામગીરી શરૂ કરાવતા સ્થાનિક ગામના લોકો અને રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી હતી
    હાથીગઢ લુણકી માર્ગના લુ ભૂમિપૂજન પ્રસંગે લુણકી ગામના સ્થાનિક અગ્રણી  પરેશભાઈ કથીરિયા.ચંદુભાઈ કથીરિયા,ભરતભાઇ,
રાજુભાઇ પોપટાણી, ચેતનભાઈ વાળા,માજી સરપંચ ગભરૂભાઈ ડેર,સંજયભાઈ જાદવ,પ્રતાપભાઈ ડેર,ગોરધનભાઈ પાનશુરિયા,બાબુભાઇ દેસાઈ,કાળુભાઇ દેસાઇ,વિનુભાઈ પાનશુરિયા,કાથડભાઈ જાદવ,કુલદીપભાઈ ડેર,ભીખાભાઇ પાનશુરિયા,હસુભાઈ દેસાઈ,પ્રતાપભાઈ જાદવ ,પ્રકાસભાઈ જસાણી,ગોરધનભાઈ,
ભરતદાસ રામાવત,અને છગનભાઇ પાનસૂરિયા ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts