fbpx
અમરેલી

જિલ્લા આરોગ્ય તંત્રને સુદ્રઢ બનાવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ દ્વારા ફલાઈંગ સ્કોવ્ડની રચના

જિલ્લા આરોગ્ય તંત્રને સુદ્રઢ બનાવવા તથા સામાન્ય માનવીને આરોગ્યની સુવિધા સમયસર મળી રહે તેવા હેતુથી અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ દ્વારા જિલ્લા ફલાઈંગ સ્કોવ્ડની રચના કરવામાં આવી છે.

આ સ્કોવ્ડ દ્વારા અમરેલી જિલ્લાના કોઈપણ તાલુકા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટર કક્ષાએ વિશેષ તપાસ કે ઓચિંતી મુલાકાત કરવામાં આવશે. વધુમાં સ્કોવ્ડ ટીમ દ્વારા જિલ્લામાં આરોગ્યલક્ષી યોજનાનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે છે કે કેમતેની તપાસ સ્થળ પર કરવામાં આવશે.

મહત્વનું છે કે, જિલ્લાની આ ફ્લાઈંગ સ્કોવ્ડ દ્વારા લીલીયા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબસેન્ટરોની મુલાકાત લેવામાં આવી હતી.

આ દરમિયાન આરોગ્યલક્ષી કાર્યક્રમોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. આ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીશ્રીઓની હાજરીની  ચકાસણી પણ આ  ટીમ દ્વારા કરવામાં આવી હતી. આમ જિલ્લાના જુદા જુદા તાલુકામાં આ ફલાઈંગ સ્કોવ્ડ ઓચિંતાની સમયાંતરે મુલાકાત કરશે અને જે જગ્યાએ આરોગ્યલક્ષી પ્રોગામોમાં ક્ષતિ જણાશે તો તેનો સંબંધક અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ સામે નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જે જગ્યાએ આરોગ્ય સુવિધા નિયમિત પણે મળતી ન હોય અથવા તો આરોગ્યલક્ષી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેનાં નિવારણ માટે જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી સુવિધા આગામી સમયમાં ઉભી કરવામાં આવશે.

Follow Me:

Related Posts