અમરેલી

જાફરાબાદ તાલુકાના ટીંબી થી નિંગાળા સુધી બનતા રોડમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ

જાફરાબાદ તાલુકાના ટીંબી થી નિંગાળા સુધી બનતા રોડમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ…. 

ઘણા વર્ષો પછી અનેક લોકોની રજૂઆતો પછી ટીંબી થી નિંગાળા રોડ બની રહ્યો છે ત્યારે…

ચાલુ કામ પર મેજરમેન્ટ બુક પણ રાખવામાં આવતી નથી ડ્રાઈવરને પૂછવામાં આવતા ગેટ પાસ પણ હોતો નથી…

રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી માટે એક વાર આ રસ્તો જોવા આવે તેવી લોકોની માંગ
રસ્તાના કામમાં નરી વેઠ ઉતારવામાં આવતી હોવાની હાલ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે આ રસ્તાના કામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે

રોડ તો લોટ પાણીને લાકડા જેવો બની જાય છે અને થોડા જ સમયમાં રોડ જ આખો ગાયબ થઈ જતો જોવા મળે છે આ રસ્તો જાણે કોન્ટ્રાક્ટર અને તેના મળતીયાઓ માટે નોટ છાપવાનું મશીન બનીને રહી જાય છે જ્યારે પ્રજામાં ખૂબ જ બિસ્માર રોડ ના કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યવ ખાડા ખાબોચિયાને રસ્તાના કારણે વાહન અને નુકસાન સહિત અસંખ્ય લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે
રોડ બનાવવા સમયે રોડ ઉપર રહેલી ધૂળ રોડના કામના નિયમ મુજબ કમ્પ્રેશન દ્વારા સાફ કરવાની હોય છે એ સાફ કરવામાં આવતી નથી 

રોડના કામમાં ડામર વાપરવામાં આવતો હોય છે એ ડામર તો નામમાત્ર નો અને ખુબજ હલકી ગુણવત્તાવાળો વાપરવામાં આવે છે.રોડ ઉપર જતાજ ડામર ની જગ્યાએ કેરોસીન જેવી સખત દુર્ગંધ આવે છે… લહેરની અંદર ધારા ધોરણ અને નિયમ મુજબ જે  ફિટનેસ આવવી જોઈ તે જાડાઈ કે માપ સાઈઝ પ્રમાણે કામ કરવામાં આવતું નથી ડામર નો જે રીતે નિયમ મુજબ ઉપયોગ કરવાનો હોઈ છે તે ક્યાંય પણ જોવા મળી રહ્યું નથી તેમજ ડામરની લહેર વ્યવસ્થિત મારવામાં આવતી નથી.. તેમજ રોડ ની સાઈડ સાફ કર્યા વગરજ માટી નાખી દેવામાં આવેલ નથી…રોડના કામમાં કપચી નો ઉપયોગ કરવાનો હોય છે જ્યારે આ  આરોડ ઉપર ઓવરલોડિંગ વાહનો પણ ચાલતા હોવાથી નબળા કામને લીધે આ રોડ તાત્કાલિક તૂટી જવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ પણ રહેલી છે… કોન્ટ્રાકટર દ્વારા સરકારી ધારા ધોરણ મુજબ બનાવામાં આવેલા એસ્ટીમેટ મુજબ કામ કરવામાં આવીરહેલુ નથી.. ટીંબી વેપારી એસોસીએશન પ્રમુખ  કલ્પેશભાઈ ચાવડાતેમજ ફાચરિયા ગામનાં ખેડૂત આગેવાન જાદવભાઈ પટેલ દ્વારા  એજન્સીના લોકોને રજૂઆત કરવા છતાં પણ રોડનું કામ બરાબર કરવામાં આવતું નથી… આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી છે

જવાબદાર તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્ય વાહી કરવામાં આવશે કે કેમ…. કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ મુજબ મુજબ જવાબદાર અધિકારીઓના ખિસ્સાઓ મા કોન્ટ્રાકટર દ્વારા કડકડતી નોટોના બંડલો  મૂકી આપવામાં આવ્યા હશે ..જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એતો લોકોએ હવે જોવાનુજ રહ્યું..

Related Posts