fbpx
ગુજરાત

પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સંબોધન દ્વારા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું

પ્રદેશ કાર્યાલય ‘ કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત પ્રદેશ કારોબારી બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સંબોધન દ્વારા સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું હતું. ચિંતન બેઠક બાદ આ બેઠક યોજાઇ હતી    ખાસ કરીને વિવિધ મુદ્દાઓ પર ચિંતન બેઠક બાદ આયોજનમાં વિવિધ મુદ્દાઓ પેટ્રોલ ડીઝલ ભાવ ઘટાડાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ણય, ખાતરના ભાવ સામે સરકારની સબસિડી, સોશિયલ મીડિયાની 2022 વિધાનસભાની ચુંટણીઓ પહેલા કામગીરી, વિવિધ સરકારી યોજનાઓ વગેરેને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે આગામી સમયમાં સંગઠનાત્મક સોંપવામાં આવેલી જવાબદારીઓ વગેરે બાબતોને લઇને ચર્ચા કરવામાં આવી હતી.   પ્રદેશ કાર્યાલય ‘ કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક યોજાઈ.    આ બેઠકના પ્રારંભિક સત્રમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, રાજ્ય સરકારના મંત્રી    ઓ, જિલ્લા પ્રભારીઓ, ધારાસભ્યઓ, જિલ્લા અને મહાનગરના પ્રમુખઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.

Follow Me:

Related Posts