અમરેલી

સાવરકુંડલા શહેરના યાર્ડ નજીક બંધ ફાટક સમયે દર્દીઓ,રાહદારીઓ ને ભારે હાલાકી/ફાટક મેન ની ટ્રેન પસાર બાદ પણ ફાટક ખોલવામાં આળસ

સાવરકુંડલાની મધ્યમાં આવેલ માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ રેલવે ફાટક હવે માથાનો દુખાવો બનતું જાય છે. સા.કુંડલા શહેર અને તાલુકા ભરની જનતા માટે આશીર્વાદ રૂપ લલ્લુભાઈ આરોગ્ય મંદિર રોજના હજજારો દર્દીઓ ની અવર જવરના રહેતી હોય છે, તો નજીક માજ માર્કેટિંગ યાર્ડ પણ આવેલ છે, ત્યારે આ ફાટક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન અને ગુડઝ ટ્રેન પસાર થતી હોય છે. રેલ્વે સ્ટેશન  પણ નજીક હોવાથી ટ્રેન ની ગતિ એકદમ ધીમી હોય છે. ત્યારે એક તો નાનું અને સાંકડું ફાટક બંધ હોઈ એમ્બ્યુલન્સ સહિત નાના મોટા અસંખ્ય વાહનોના થપ્પા લાગી જાય છે પરંતુ ટ્રેન પસાર થઈ ગયા બાદ પણ ફાટક મેન જાણે  અંદર ઊંઘતો હોઈ તેમ લાંબા સમય બાદ પણ ફાટક ખોલવામાં આવતું નથી.

ત્યારે હોસ્પિટલ જવા ફાટક ખુલવાની રાહ જોતા ઇમરજન્સી દર્દીઓ ની પીડા ન સહેવાય કે ન કહેવાય તેવી સ્થિતિ વચ્ચે પીડાતા રહે છે. અને ફાટક ખુલ્યા બાદ સાંકડા ફાટકના લીધે ભારે ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે, વાહનો એકબીજા સાથે અથડાય કે અકસ્માત પણ અગાઉ થયા છે ત્યારે વાહન ચાલકો વચ્ચે પણ બબાલ થતી હોય છે, જેનું મુખ્ય કારણ ગણીએ તો ફાટક મેન ની આળસ અને સાંકડું ફાટક છે. હવે સમસ્યા એવી સર્જાઈ છે કે અતિ મહત્વની લલ્લુભાઈ આરોગ્ય મંદિર ને ત્યાંથી સરળ જગ્યાએ ખસેડવું કે માર્કેટિંગ યાર્ડ ને અન્યત્ર ખસેડવું કે પછી રેલવે તંત્ર ફાટક મેનની આળસ ખંખેરી ફાટક ને પહોળું બનાવવું ?સ્થાનિક સતાધીશો અને આગેવાનો દ્વારા અગાઉ પણ સાંકડા ફાટક ને લઈ રજૂઆતો કરી ચૂક્યા છે તેમ છતાં પરિણામ આજે પણ શૂન્ય છે.

Related Posts