યુવાનોને આકર્ષવા 2.92 લાખ 92 યુવાનોનો સંપર્ક કરી 1.72 લાખથી વધુ નવા યુવાનોને યુવામિત્ર કાર્ડ આપવામાં આવ્યું
આગામી સમયમાં બીજેપી દ્વારા યુવાનોને આકર્ષવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બાઈક રેલીથી તેની શરૂઆત બીજેપી એ કરી હતી. ડો.પ્રશાંત કોરાટે સંબોધનમાં જણાવ્યું કે, અટલ બિહારી વાજપાયજીના જન્મદિવસથી શરૂઆત કરી એક અઠવાડીયા સુધી યુવા મોરચાના કાર્યકરો વિસ્તારક યોજના થકી યુવા મિત્રો અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવ્યું અને બે લાખ 92 હજારથી વધુ યુવાનોનો સંપર્ક કરી એક લાખ 72 હજારથી વધુ નવા યુવાનોને યુવામિત્ર કાર્ડ આપવામાં આવ્યું. આઝાદી કા અમૃત મહોત્સવ દેશ ઉજવી રહ્યો છે ત્યારે ભાજપા યુવા મોરચા દ્વારા આઝાદી- કા અમૃત મહોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 6 એપ્રિલથી 25 એપ્રિલ સુઘી સતત 20 દિવસ સુધી ભાજપાના યુવા મોરચાના કાર્યકરો બાઇક યાત્રા દ્વારા 41 જીલ્લા મહાનગરમાથી 39 જીલ્લા મહાનગરમાં નવા ભારતનો સંદેશ, આત્મ ભારતનો સંદેશ, પહોચાડવામાં આવ્યો અને આ યાત્રા સમગ્ર ગુજરાતમાં 3500 કિમી બાઇક રેલીમાં સવાસોથી વધું યુવાનો બાઇક યાત્રામાં જોડાયા સાથે આ યાત્રામાં સ્વતંત્ર સેનાનીઓ અને કોરોના સમયમાં દેશની સેવા કરી પોતાનું બલિદાન આપ્યું તેમના ઘરે જઇ તેમના ઘરના આંગણાની માટી એકત્ર કરી શ્રદ્ધાંજલી આપવામાં આવી.
Recent Comments