ગુજરાત

આવનાર સમયમાં એક પાર્ટી ગુજરાતમાં આવશે તે સોશિયલ મીડિયામાં વધુ અફવાઓ ફેલાવશે : CR

cr પાટિલે આ વખતે ફરી આમ આદમી પાર્ટી પર રાજકીય બાબતને લઈને પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર પ્રહાર કરતા પાટિલે જણાવ્યું કે. આવનાર સમયમાં એક પાર્ટી ગુજરાતમાં આવશે તે સોશિયલ મીડિયામાં વધુ અફવાઓ ફેલાવશે. તેમ તેમને કહ્યું હતું. કેજરીવાલનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યો કે ગુજરાતમાં મહાઠગ આવશે. ગુજરાતની જનતાને ફ્રીની લાલચ આપી ગુજરાતની જનતાને ફ્રીમાં આપવાની વાત કરી ઠગવાની વાતો કરશે. પરંતું ગુજરાતની જનતાને આ મહાઠગથી છેતારીય નહી તેનું ધ્યાન રાખવું. સરકારે કરેલા કામનું મોટું ભાથું આપણી પાસે છે તેને લોકો સમક્ષ પહોંચાડવા જણાવ્યું. તેમ સી.આર. પાટિલે ઉદબોધન કરતા જણાવ્યું હતું. ખાસ કરીને કારી કારોબારી બેઠકમાં સરકારની કામગીરી ખાતર ન ભાવો સામે સબસિડી, તાપી લિંક અપ યોજનાઓ, પેટ્રોલ, ડીઝલ એક્સાઈઝ ડ્યુટી ના કારણે ઘટેલા ઇંધણના ભાવ વગેરેને લઈને પણ તેમણે જણાવ્યું હતું આ ઉપરાંત કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સહ પ્રભારી સુઘીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ. જેમાં તેમને આ વાત કહી હતી

Related Posts