ચૂંટણીમાં હવે ફાઇનલમાં દોડવાનું છે, પાંચ વર્ષમાં કરેલી તૈયારીઓ છેલ્લે દિવસે નિચોડ કાઢવાનો છે : સી.આર. પાટીલ

આજે તારીખ 23 મે ના રોજ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ હતી. પ્રદેશ કારોબારીની આ બેઠક પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તેમજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સહ પ્રભારી સુઘીર ગુપ્તાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકની શરૂઆતમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રભારી સુઘીર ગુપ્તાનું સ્વાગત વિવિધ મોરચાના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કારોબારીમાં કાર્યકરો, આગેવાનો, વિવિધ ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરતા જે લોકોનું અવસાન થયું છે જેમાં ગત કારોબારીથી આજ દિન સુધી અવસાન પામેલા દિવ્યાંગત આત્માઓને યાદ કરી તેમના શોકમાં બે મિનિટ મોન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી જેમાં ડો. આશાબેન પટેલ, તારાચંદ છેડા, સુરેશભાઇ પટેલ સહિત સાથે સાથે તાજેતરમાં મોરબી ખાતે મીઠાની ફેકટરીમાં અકસ્માત અને કલોલમાં મૃત્યુ પામેલ લોકો માટે મૌન પાળી શ્રદ્ધાસુમન પાઠવી દુખની લાગણી વ્યકત કરવામાં આવી હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હવે આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ફાઇનલમાં દોડવાનું છે આપણે છેલ્લા પાંચ વર્ષમાં કરેલી તૈયારીઓ છેલ્લે દિવસે નિચોડ કાઢવાનો છે
Recent Comments