અમરેલી જિલ્લામા દારૂની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે . ત્યારે પોલીસે અમરેલી અને બગસરામા રહેણાંકમાથી વિદેશી દારૂની 59 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે બંને સ્થળેથી મળી 14 હજારનો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે અમરેલીમા ચિતલ રોડ પર વેસ્ટર્ન પાર્ક દ્વારકેશનગરમા રહેતા દિવ્યકાંત રામજીભાઇ ખીમસુરીયાના રહેણાંકમા દરોડો પાડયો હતો.
- પોલીસે 2 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
- બંને સ્થળેથી પોલીસે 14 હજારનો મુદ્દામાલ કબજે લીધો અમરેલી જિલ્લામા દારૂની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી રહી છે
પોલીસને અહીથી વિદેશી દારૂની 25 બોટલ મળી આવી હતી. પોલીસે અહીથી 4154નો મુદામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સચીનભાઇ ચલાવી રહ્યાં છે. આ ઉપરાંત એલસીબી પોલીસે બગસરામાથી નિલેશ નંદલાલભાઇ તન્નાના રહેણાંકમા દરોડો પાડયો હતો.
અહીથી પોલીસને વિદેશી દારૂની 34 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે અહીથી કુલ રૂપિયા 10505નો મુદામાલ કબજે લીધો હતો. પોલીસે નિલેશ તન્ના અને રાજદીપ ખાખડીયા નામના બંને શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.બનાવ અંગે એએસઆઇ કે.એમ.ડાભી તપાસ ચલાવી રહ્યાં છે.



















Recent Comments