ઠાસરા હાઈવે પાસેથી કારમાં લઈ જવાતો દારૂ સાથે ૧ની ધરપકડ
ઠાસરા પોલીસના માણસો ગત પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કો જયદિપીંહને બાતમી મળી હતી કે ખડગોધરા ગામના પાટીયા સામે અમદાવાદ-ઇન્દોર હાઇવે રોડ પર કોઈ કાર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે. આથી પોલીસના માણસો ઉપરોકત સ્થળે વોચમાં ગોઠવાયો હતા. આ દરમિયાન શંકાસ્પદ સફેદ કલરની હુન્ડાઇ કંપનીની ગાડી નંબર (જીજે-૦૬-એલબી-૭૨૬૫)ને અટકાવી હતી. પોલીસે ચાલકનુ નામઠામ પુછતાં તેણે પોતાનું નામ નરેશ દલીચંદ ડાંગી (રહે. ડાંગીઓની પંચોલી, હોલીચોક તા.ગીરવાહ જી.ઉદયપુર, રાજસ્થાન) હોવાનું હતું. પોલીસને આ કારમાં દારૂ છુપાવ્યો હોવાનું જણાતા કારની તલાશી લીધી હતી. આ દરમિયાન કારમાંથી વગર પાસ પરમીટે ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂના કાચના કવાર્ટર કુલ્લે નંગ – કુલ ૧૧૫૨ જેની કિંમત રૂપિયા ૯૭ હજાર ૯૨૦ તથા મોબાઇલ ફોન ૧ અને આમાં વપરાયેલી કાર મળી ૬ લાખ ૨ હજાર ૯૨૦નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
આ બનાવમાં કારમાં સવાર રામલાલ ઉર્ફે રાહુલ ઉર્ફે રામુ ડાંગી અને રમેશ ડાંગી (બન્ને રહે.રાજસ્થાન)ઓ પોલીસને ચકમો આપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોક્ત દારૂનો જથ્થો નડિયાદના બે બુટલેગરો રાજેન્દ્ર જાભાભાઈ પરમાર અને સતીશ તળપદાને ત્યાં પહોંચાડવાનો હોવાનું બહાર આવ્યું છે. આમ આ ગુનામાં ઠાસરા પોલીસે કુલ પાંચ ઇસમો સામે ગુનો નોંધ્યો છે.ખેડા જિલ્લામાં ઈંગ્લીશ દારૂની વ્યાપક હેરાફેરીના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે ઠાસરા પાસેથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ખડગોધરા ગામ નજીકથી કારમાં લઇ જવાતો ઇંગ્લિશ દારૂ સાથે ચાલકને ઝડપી લેવાયો છે. પોલીસે આ કેસમાં રૂપિયા ૯૭ હજાર ઉપરાંતનો દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૬.૦૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
Recent Comments