fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અમરેલી ખાતે તા.૨૫મીએ ભરતી મેળો યોજાશે

 અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ઠતમ અવસર પ્રાપ્ત થાય તે માટે જિલ્લા રોજગાર કચેરી, અમરેલી દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્લાના ૧૮ થી ૪૫ વર્ષની વય ધરાવતા હોય, લઘુતમ શૈક્ષણિક લાયકાત ધો.૧૨, ડિપ્લોમા, બીઇ ઇન ઓટોમોબાઇલ, સ્નાત કતેમજ આઇટીઆઇ ઇન ડિઝલ મિકેનિક/ મોટર મિકેનિક વ્હીકલની તકનીકી લાયકાત ધરાવનાર માટે વર્કશોપ મેનેજર, કસ્ટમર કેર મેનેજર, સેલ્સ એક્ઝિક્યેટિવ, સર્વિસ એડવાઇઝર, બોડીશોપ એડવાઇઝર, મિકેનિક અને ટેલી કોલરની જગ્યાઓ પર ભરતી હેતુ અનુબંધમ પોર્ટલના માધ્યમથી  ભરતી કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રમાં આ જગ્યા માટે રોજગારીની તકો છે.

અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી તા.૨૫/૦૫/૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન, અમરેલી ખાતે યોજવામાં આવનાર આ ભરતી મેળામાં સંબંધિતોને ભાગ લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ અનુરોધ કર્યો છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાત સહિતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહે છે.

નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના  ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવો.

Follow Me:

Related Posts