ગુજરાત

પાદરા ખાતે સી.આર. પાટીલે સાધુ , સંતો, કલાકારો, સાહિત્યકારો સાથે બેઠક કરી હતી

વડોદરા જીલ્લાના કરજણનગર ટાઉનહોલ ખાતે માનનીય અધ્યક્ષ સી.આર.પાટીલ સાધુ ,સંતો, કલાકારો, સાહિત્યકારો સાથે બેઠક કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ કેતનભાઈ ઈનામદાર, અક્ષયભાઇ પટેલ,જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જીલ્લાના પ્રભારીઓ, પરાક્રમસિંહ જાડેજા, જહાન્વીબેન વ્યાસ,પ્રદેશ સહપ્રવક્તા ભરતભાઇ ડાંગર,બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, જિલ્લા મહામંત્રીઓ ડૉ.બ્રહ્મભટ્ટ સાહેબ, કલ્પેશભાઈ પટેલ, નટુભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જીલ્લાના કરજણ એ.પી. એમ. સી હોલ ખાતે માનનીય અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબે સહકારી ક્ષેત્ર ના આગેવાનો, ખેડૂત આગેવાનો, અલગ અલગ યુનિયન ના આગેવાનો, કો. ઓ. બેંક , સંસ્થાઓ, માજી ડિરેક્ટર અને વર્તમાન ડિરેક્ટર્સ , જાદુગરો તેમજ વિવિધ સમાજ ના આગેવાનો સાથે બેઠક કરી. આ ઉપરાંત ખેડૂતો આગેવાનો સાથે પણ સી.આર. પાટિલે બેઠક કરી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય કેતનભાઈ ઈનામદાર, જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વડોદરા જીલ્લાના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા, પ્રદેશ સહપ્રવક્તા ભરતભાઇ ડાંગર, બરોડા ડેરીના ચેરમેન દિનુમામા, સહિત પદાધિકારીઓ તેમજ કાર્યકર્તા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts