રાષ્ટ્રીય

31મેથી સર્જાઈ શકે છે પેટ્રોલ-ડિઝલ અછત, ડિલર્સે ઓઈલ ડેપો પાસેથી ઈંધણ ન ખરીદવા કર્યો નિર્ણય

કેન્દ્ર સરકારે ભલે જ પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરી સામાન્ય જનતાને રાહત આપવાના પ્રયત્નો કર્યા હોય. પરંતુ દેશના કેટલાક રાજ્યોમાં લોકોએ 31મેથી પેટ્રોલ-ડિઝલની અછતનો સામનો કરવો પડી શકે છે. 14 રાજ્યોના પેટ્રોલ પંપ ડિલરોએ 31 મે 2022થી સરકારી તેલ કંપનીઓના પેટ્રોલ પંપથી પેટ્રોલ ડિઝલ નહીં ખરીદવાનો નિર્ણય કર્યો છે. 

14 રાજ્યોમાં થઈ શકે છે પેટ્રોલ ડિઝલનું સંકટ 

રાજધાની દિલ્હી સહિત 14 રાજ્યોના પેટ્રોલ પંપ ડીલરોએ નિર્ણય લીધો છે કે તેઓ 31 મેથી ઓઈલ ડેપોથી પેટ્રોલ ડિઝલ નહીં ખરીદે. પેટ્રોલ પંપ ડિલર પોતાની બે માંગોને લઈને સરકાર પર દબાવ બનાવવા માટે 31 મે 2022થી પેટ્રોલ-ડિઝલ ન ખરીદવાનો નિર્ણય કર્યો છે. 

પંપ ડિલરોની કમિશન વધારવાની માંગ 

પંપ માલિકોનું કહેવું છે કે, 2017 બાદથી પેટ્રોલ ડિઝલ વેચવા પર તેમનું કમિશન વધારવામાં આવ્યું નહીં. જ્યારે પેટ્રોલ-ડિઝલનો ન્યૂનત્તમ સ્ટોક રાખવા માટે ડીલરોએ જે રોકાણ કરવાનું હોય છે તે મોંઘા ભાવના કારણે બે ગણુ થઈ ચૂક્યું છે. પેટ્રોલ પંપ ડિલર્સનું કહેવું છે કે, 60થી 70 રૂપિયામાં જ્યારે પેટ્રોલ મળતું હતું અને 45થી 50 રૂપિયામાં જ્યારે ડિઝલ મળતું હતું તે સમયે તેઓને જે કમિશન મળતું હતું તે કમિશન પેટ્રોલ ડિઝલની કિંમત 100 રૂપિયાથી ઉપર જવા પર મળે છે. હાલના સમયમાં પેટ્રોલ પંપ માલિકોને પેટ્રોલ વેચવા પર 3.85 રૂપિયા પ્રતિ લિટર તો ડિઝલ વેચવા પર 2.58 રૂપિયા પ્રતિ લિટર કમિશન મળે છે. 

એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાથી નુકસાન 

પેટ્રોલ પંપ ડિલર્સને અચાનક પેટ્રોલ ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા પર પણ આપત્તિ છે. પંપ ડિલર્સનું કહેવું છે કે, 2017 બાદથી 3 વખત સરકારે તેલ કંપનીઓ પર નાખ્યા વગર એક્સાઈઝ ડ્યૂટી વધારી દીધી તે પણ પેટ્રોલ ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યા વગર. જેનાથી તેલકંપનીઓને ફાયદો થયો છે. પરંતુ બે મોકા પર સરકારે પહેલા 4 નવેમ્બર 2021 અને હવે 22મે 2022થી સરકારે અચાનક પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી દીધી. પેટ્રોલ પંપ ડિલર્સે કહ્યું કે, સરકારના શનિવારે એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાના નિર્ણયથી તેઓને ભારે નુકસાન થયું છે. જ્યારે પેટ્રોલ ડિઝલની માંગ વિકેન્ડ હોવાને કારણે ઘટી જાય છે અને પંપ ડિલર્સ પાસે સૌથી વધુ સ્ટોક હોય છે. 

Related Posts