fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢમાં પ્રથમ વખત બ્રેઇનડેડ વૃદ્ધ ના અંગો માટે બનાવાયો ગ્રીન કોરિડોર

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનાં રવની ગામે રહેતા મગનભાઈ વાલજીભાઈ ગજેરા ઉંમર વર્ષ 66 નામના વૃદ્ધને એકાદ સપ્તાહ પહેલા મગજની નસ ફાટી ગઈ હતી અને તેઓને જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક આવેલ રીબર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર બાદ કોઇ સફળતા મળી ન હતી આ અંગે ડો. આકાશ પટોળીયા એ જણાવ્યું હતું કે મગનભાઈ નું બ્રેઈન ડેડ થયું હતું અન્ય અંગો કામ કરતા હતા મગજ કામ કરતું બંધ થઇ જતાં મગનભાઈ ના પરિવારને અંગ દાન કરવા અંગે વાત કરી હતી જેમાં તેઓએ સહમતી  આપતા અમદાવાદ અને દિલ્હી ખાતે અંગ સ્વીકાર કરતી સંસ્થાઓ સાથે સંપર્ક કર્યો હતો અને મગનભાઈના પરિવારજનોએ કિડની હૃદય ફેફસા અને લીવર દાન કરવા સંમતિ આપે પરંતુ હૃદય અને ફેફસાં લેવાવાળા કોઈ દર્દીએ સંપર્ક કર્યો નાખવાથી બે કીડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું અમદાવાદના ડોક્ટરોની ટીમ જૂનાગઢ આવી અને ઓપરેશન કરી લીવર અને બંને કિડની કાઢી તેને અમદાવાદ સુધી લઈ જવા કેશોદ એરપોર્ટ પર એર એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરવામાં આવી અને કેશોદ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી થી કેશોદ એરપોર્ટ સુધી એમ્બ્યુલન્સ મારફત અંગોને લઈ જવા માટે જૂનાગઢમાં પ્રથમવાર ગ્રીન કોરિડોર જાહેર કરવામાં આવ્યો અને માત્ર 23 મિનિટમાં જુનાગઢ થી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર મારફત વૃદ્ધ ના અંગો પહોંચાડ્યા હતા

Follow Me:

Related Posts