વતનના રતન કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ વાત્સલ્યધામના અનાથ બાળકો સાથે ૬૮ મો જન્મદિવસ ઉજવ્યો
વતનના રતન કેળવણીકારવસંતભાઈ ગજેરાએ વાત્સલ્યધામના અનાથ બાળકો સાથે ૬૮ મો જન્મદિવસ ઉજવ્યો. વાત્સલ્યધામના અનાથ બાળકોએ ”હેપી બર્થ ડે” વસંતદાદા એવી કેક બનાવીને વાત્સલ્યધામના સ્થાપક વસંતભાઈ જેરાનો જન્મદિવસ ઉજવ્યો. વાત્સલ્યધામના મારા બાળકો સાથે જન્મદિવસ ઉજવણીની અવિસ્મરણીય ક્ષણ વિતાવવી એ મારા સદન્ભાગ્ય છે– વસંતભાઈ ગજેરા–સ્થાપક વાત્સલ્યધામ–સુરતઅમરેલીના વતનના રતન,કેળવણીકાર તથા અમરેલીના કન્યા કેળવણીના પ્રતિકસમા શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણીક સંકુલના સ્થાપક પ્રમુખ અને શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના ચેરમેન, તથા વાત્સલ્યધામ–સુરત, વિધાસભ્યા–અમરેલી, શાંતાબા એન્જિનિયરીંગ કોલેજ અમરેલીના પ્રમુખ માન.શ્રી વસંતભાઈ ગજેરાએ પોતાનો ૬૮ મો જન્મદિવસ સુરત કામરેજ ખાતે આવેલ અનાથ આશ્રમ એવા વાત્સલ્યધામના અનાથ બાળકો સાથે ઉજવ્યો હતો.
વાત્સલ્ય ધામ–સુરત ના અનાથ બાળકોએ હેપી બર્થ ડે વસંતદાદા લખેલ કેક બનાવીએ પોતાના માતા અને પિતા સમાન વસંતદાદાનો જન્મદિવસ ઉજવીને ખૂશીથી ઝુમી ઉઠયા હતા. કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ વાત્સલ્ય ધામના બાળકોની ઉપસ્થિતીમાં માં કેક કાપીને અનાથ બાળકોનું મો મીઠુ કરાવ્યું હતુ. આ તકે શ્રીમતિ ભાવનાબેન વસંતભાઈ ગજેરા તથા લક્ષ્મી ડાયમંડ–સુરતના એમ.ડી.બકુલભાઈ ગજેરા સહિત વસંતભાઈ ગજેરાનું મિત્રવર્તૃળ ઉપસ્થિત રહુયુ હતુ. વાત્સલ્યધામમાં પોતાનો ૬૮ મો જન્મદિવસ ઉજવતા માન.શ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યું હતુ કે કોઈ સેવન સ્ટારમાં જન્મદિવસ ઉજવણીનો આનંદ અને ખૂશી મળે એના કરતા મને વાત્સલ્યધામના બાળકો સાથે જન્મદિવસ ઉજવવામાં મને આનંદ મળ્યો છે.
Recent Comments