અમરેલી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૩૧ મે, ૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં શિમલા, હિમાચલપ્રદેશથી વિવિધ જનકલ્યાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંવાદ

પ્રધાનમંત્રી કિસાનનિધીના ૧૧માં હપ્તાનું વિતરણ

સ્વતંત્રતાને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે નાગરિકોની અપેક્ષાઓ@૨૦૪૭ની ચર્ચા વિચારણા
—વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૩૧ મે,૨૦૨૨ને મંગળવારના રોજ શિમલા, હિમાચલ પ્રદેશથી રાષ્ટ્રીય કક્ષાના સંવાદ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત  યોજવામાં આવનાર આ સંવાદ કાર્યક્રમમાં સમગ્ર દેશના વિવિધ રાજ્યો પણ વર્ચ્યુઅલી  જોડાશે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં સૌપ્રથમ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય સ્તરે એમ બે તબક્કામાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. મહત્વનું છે કે, આ સંવાદ કાર્યક્રમ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ એમ બે તબક્કામાં વર્ચુઅલ રીતે યોજાશે. રાજ્યકક્ષાએ આ સંવાદ કાર્યક્રમમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો ઉપરાંત તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પણ વર્ચ્યુઅલી જોડાશે. આ સંવાદ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાનનિધીના ૧૧માં હપ્તાનું વિતરણ પણ કરશે. આ વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનો હેતુ જે લાભાર્થીઓ યોજનાઓના લાભોથી વંચિત હોય તેમને લાભાન્વિત કરવાનો ઉદ્દેશ્ય છે.  વિવિધ યોજના દ્વારા લાભાર્થીઓને પ્રાપ્ત થયેલા લાભોથી તેમના જીવનધોરણમાં સાંપડેલી સુગમતાને સમજવાનો છે. વધુમાં વધુ નાગરિકોને લાભોની પ્રાપ્તિ થાય અને તે માટે શું કરી શકાય તે શક્યતાઓ પણ આ કાર્યક્રમના માધ્યમથી  ચકાસી શકાઈ તેવો હેતુ છે. વધુમાં
જ્યારે રાષ્ટ્રની સ્વતંત્રતાને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે નાગરિકોની “અપેક્ષાઓ@૨૦૪૭”ની ચર્ચા વિચારણા પણ આ કાર્યક્રમ થકી થશે.
મહત્વનું છે કે,પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના
સંવાદ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના નાગરિકોને સાંકળી લેવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમ અમરેલી ખાતે પણ કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તા.૩૧મીએ આ સંવાદ કાર્યક્રમમાં જોડાવા અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાએ અનુરોધ કર્યો છે.

Related Posts