છેલ્લા ૧૦ દિવસમાં ૩ અભિનેત્રીના મૃતદેહ મળી આવ્યા
છેલ્લા ત્રણ દિવસોમાં આ બીજી અભિનેત્રીનું મોત થયું છે. છેલ્લા ૧૦ દિવસોમાં કોલકાતામાં ત્રણ અભિનેત્રીઓના મોત થઈ ચૂક્યા છે. આ ઘટનાઓ ખરેખર ચોંકાવનારી છે. શરૂઆતમાં નાના પડદાની જાણીતી અભિનેત્રી પલ્લવી ડેનું મોત થયું હતું. પરંતુ પલ્લવીના પરિવારજનોએ તેની હત્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને લિવ ઈનમાં રહેતી પલ્લવીના બોયફ્રેન્ડની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ બે દિવસ પહેલા જ ઉત્તર કોલકાતામાં મોડલ અને અભિનેત્રી વિદિશા ડે મજૂમદારનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. વિદિશાએ એક સુસાઈડ નોટ પણ લખી હતી અને મોત પાછળ કોઈને પણ જવાબદાર ઠેરવ્યા નહોતા. પોલીસે અસ્વાભાવિક મોતનો કેસ નોધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં અભિનેત્રીના બોયફ્રેન્ડની સાથેના સંબંધોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પરંતુ જાેગાનુંજાેગ કહી શકાય તેમ મંજૂષા નિયોગી અને વિદિશા ખુબ જ સારી મિત્ર બતાવવામાં આવી રહી છે. મંજૂષાની માતાના મતે, વિદિશાના મોત પછી મંજૂષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી, પોલીસે મંજૂષાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.માત્રા બોલિવુડ કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જ નહીં, બંગાળી સિનેમા ઈન્ડસ્ટ્રીઝમાં એક પછી એક માઠા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં ૩ બંગાળી અભિનેત્રીઓના મોત થતા હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આજે પણ બંગાળી સિનેમા જગતમાં વધુ એક શોકિંગ અહેવાલ મળ્યા છે. કોલકાતામાં આજે વધુ એક મોડલ અને અભિનેત્રીઓ આત્મહત્યા કરી લીધી છે. આ અભિનેત્રીનું નામ મંજૂષા નિયોગી હોવાનું જાણવા મળી રહ્યું છે. મંજુષા નિયોગીનો મૃતદેહ આજે તેના પાટુલીના ઘરમાં ફંદા સાથે લટકતો મળી આવ્યો છે.
Recent Comments