Exclusive : શક્તિ પ્રદર્શન – સૌરાષ્ટ્રની વિધાનસભાની 54 બેઠકો, વડાપ્રધાનનો ચૂંટણી પહેલા જ મહત્વનો પ્રવાસ પ્રભાવિત કરી શકે છે
સૌરાષ્ટ્રની વિધાનસભાની 54 બેઠકો, વડાપ્રધાનનો ચૂંટણી પહેલા જ મહત્વનો પ્રવાસ યોજવામાં આવ્યો છે જ્યાં તેમને આટકોટ ખાતે મલ્ટીપલ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શક્તી પ્રદર્શન આજે કહી શકાય છે. સૌરાષ્ટ્રમાં પાટીદારોનું વિશેષ પ્રભુત્વ રહેલું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ 2 લાખથી વધુ પાટીદારો, સૌરાષ્ટ્રવાસીઓની જનસભાને સંબોધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રના સૌરાષ્ટ્રની જનસભાથી 54 બેઠકો પ્રભાવિત થઈ શકે છે. ભાજપ પાટીદારોને રીઝવવના પ્રયત્ન અગાઉથી કરી રહ્યું હોય તેવું પણ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રની વિધાનસભાની બેઠકો વડાપ્રધાનના પ્રવાસથી પ્રભાવિત થઈ શકે છે.સૌરાષ્ટ્રમાં વિધાનસભાની બેઠકોમાં સૌથી વધુ નજર બીજેપીની સૌરાષ્ટ્ર પર છે. પાટીદાર આંદોલનને લઈને નારાજ વર્ગને મનાવવાનો પ્રયાસ અગાઉથી કરવામાં આવી રહ્યો છે. હાર્દિક પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે. ત્યારે વડાપ્રધાનનો આ વિશેષ પ્રવાસ રહ્યો છે.
સૌરાષ્ટ્રની અંદર બે લાખથી વધુ પાટીદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. કોરોનામાં હેલ્થ સારવારને લઈને જે છબી પર અસર પડી હતી તેને સુધારવાનો પણ આ એક પ્રયત્ન કહી શકાય છે. આ ઉપરાંત નરેશ પટેલ કોંગ્રેસની અંદર જોડાય તેવી શક્યતાઓ છે તેમની વિવિધ સમાજો સાથેની બેઠકો પણ યોજવામાં આવી રહી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જાય તો બીજેપીને નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે. 2022ની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌરાષ્ટ્રની અંદર આ મહત્વનો પ્રવાસ કહી શકાય છે.
Recent Comments