fbpx
સૌરાષ્ટ - કચ્છ

અમિત શાહે દ્વારકામાં પરીવાર સાથે દ્વારકાધીશના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત છે ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે દ્વારકાઘીશ મંદીરના દર્શન પણ કર્યા હતા. પરીવાર સાથે તેમણે દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ભાજપના અગ્રીણીઓએ દ્વારકાધીશની છબી આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તેમણે વિઝીટ બુકની અંદર એન્ટ્રી પણ કરી હતી. 25 જિલ્લાના પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ પણ કરશે. જામનગર જિલ્લામાં 347 કરોડના 57 મકાનોનુ એક સાથે ઈ લોકાર્પણ કરશે.

ઘણા સમયથી  પોલીસ વિભાગના આવાસોનુ લોકોર્પણ કરવાનું બાકી હતું ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવશે. આ દરમિયાન તાલીમ લઈ રહેલા મરીન પોલીસ કર્મીઓ સાથે ગૃહમંત્રી નો સંવાદ કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
બીજા દિવસે તેઓ 29 મેના રોજ સવારે અમદાવાદથી ગોત્રા પંચામૃત ડેરીના લોકાર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે, પંચમહાલમાં ડિસ્ટ્રીક્ટ કો- ઓપરેટીવ બેન્કમાં હાજરી આપશે આ સાથે સાથે નડીયાદમાં તેઓ જનસભાને સંબોધન કરશે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વરદાન ટાવર પાસે બનાવ જઈ રહ્યું છે ત્યારે 631.77 કરોડના ખર્ચે બનનાર, 29 મેના રોજ સાંજે 4 વાગે ખાતમૂહુર્ત પણ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે, ઈનડર ગેમ, ટેનિસ, બાસ્કેટ બલ સહીતના રમતના મેદાનો ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ બે દિવસનો આ કાર્યક્રમ અમિત શાહનો ગુજરાત પ્રવાસની અંદર આ કાર્યક્રમ રહેશે. 

Follow Me:

Related Posts