લોકો શોર્ટ કટમાં પૈસા કમાવવાની અવનવી રીતો શોધી કાઢે છે અને લોકોને ઉલ્લુ બનાવી પોતે રૂપિયા કમાય છે તેવો જ એક કિસ્સો સુરતનો સામે આવ્યો છે. ગુજરાતભરમાંથી ૫૦થી વધુ જ્યોતિષઓને ‘તમારા વિરુધ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે’ કહી પોલીસ અધિકારીના નામે ધમકાવી લાખો રૂપિયા પડાવતા કતારગામની ચામુંડા સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય ચીટર વિજય ઉર્ફે વિક્રમ ધારશી વાઘેલા(૨૪)ને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે. હાલમાં તે કેરી વેચે છે. અગાઉ તે કેબલલાઇનની ઈન્ટરનેટની કંપનીમાં ટેકનિશિયન હતો. તેનો એક સંબંધી જ્યોતિષ પાસે વિધિ કરાવવા ગયો હતો ત્યારે જ્યોતિષે રૂપિયા લઈને કામ કર્યુ ન હતુ. જેથી વિજયે કતારગામ પોલીસના બે કર્મીઓના નામે રાંદેરના જ્યોતિષને કોલ કરી કતારગામ પોલીસમાં તમારા વિરુધ્ધ ફરિયાદ થઈ છે .
પતાવટ માટે જ્યોતિષ પાસેથી ૨૦ હજાર પડાવ્યા હતા. ઠગે બારડોલીમાં પણ પોલીસના જ્યોતિષ પાસેથી ૯ હજાર પડાવ્યા હતા. ૬ મહિનામાં સુરત, વલસાડ, બારડોલી અને અમદાવાદ સહિતના ૫૦થી વધુ જ્યોતિષઓ પાસેથી ચીટરે પોલીસના નામે ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિજય ઉર્ફે વિક્રમ મોટેભાગે તે જ્યોતિષની જાહેરાત જાેઇ આવા જ્યોતિષને ટાર્ગેટ કરતો હતો. હાલમાં રાંદેર પોલીસમાં તેના વિરુધ્ધ એક ગુનો નોંધાયો છે. ચીટર વિજય વાઘેલા પહેલા ઈન્ટરનેટ ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. તે વખતે કતારગામ પોલીસ સ્ટેશનમાં તેની અવર નવર હતી. ચીટરના મોબાઇલમાંથી ડીસીપી, એસીપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના ૧૦ અધિકારીઓના નંબરો મળ્યા છે. જ્યોતિષો પાસેથી રૂપિયા કઢાવવા પોલીસ અધિકારીના નામે ધમકી આપતો. ફોનની ડીપીમાં પણ આઈપીએસ અધિકારીઓનો ગ્રુપ ફોટો મુક્યો છે. જેથી કોઈ ડીપી જાેઈ તો તેને ખરેખર પોલીસ હોય એવુ લાગે. કતારગામના જ્યોતિષને તારા વિરુધ્ધ અરજી થઈ છે કહી તેને બોલાવ્યો હતો. પટાવતની વાતથી જ્યોતિષને શંકા જતા તે પોલીસ પાસે ગયો હતો. ક્રાઇમબ્રાંચે જ્યોતિષને સાથે રાખી ચીટરને પકડવા માટે કતારગામ લલીતા ચોકડી પાસે છટકું ગોઠવ્યું હતું. એટલામાં રૂપિયા લેવા માટે આવતા ચીટર પોલીસના હાથમાં આવી ગયો હતો.

















Recent Comments