fbpx
ગુજરાત

ગુજરાત લશ્કર, રમતગમતની બાબતમાં મેણા સાંભળતું આવ્યું હતું કે, વેપારી લોકો અને દાળભાત ખાનારા લોકો છે – અમિત શાહ

અમિતભાઈ શાહે અમદાવાદમાં કહ્યું કે આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બાબતે ભારત સરકારના રમતગમત મંત્રાલયનો અને ખાસ કરીને મંત્રી અનુરાગ ઠાકુરનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમદાવાદને રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ અનેક પ્રયાસો કર્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. 


અમિતભાઈ શાહે કહ્યું કે, ગુજરાત લશ્કર અને રમતગમતની બાબતમાં મેણા સાંભળતું આવ્યું હતું કે વેપારી લોકો અને દાળભાત ખાનારા લોકો છે, પણ આજે મોદી સાહેબના નેતૃત્વમાં અને માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશમાં રમતગમત ક્ષેત્રે ટોપ ટેનમાં આવી ગયું છે અને લશ્કરમાં પણ ગુજરાતની એક પણ જગ્યા ખાલી નથી. 


આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ થકી રમતવીરોને એક મંચ મળશે, સુવિધા મળશે તેના પરિણામે ગુજરાત સ્પોર્ટ્સમાં પણ નંબર વન બની જશે એવો વિશ્વાસ  વ્યક્ત કર્યો હતો.


તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત એક સુરક્ષિત, સમૃદ્ધ , શિક્ષિત અને ગૌરવશાળી દેશ બન્યો છે. આઠ વર્ષના નરેન્દ્રભાઈના શાસનમાં ભારત દુનિયાની દૃષ્ટિએ ખૂબ આગળ વધી ગયું છે.


અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તેમજ તેની બાજુમાં નદીના તટમાં તૈયાર થઇ રહેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ આ નારણપુરાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ તૈયાર થઈ જશે એ પછી શહેરમાં બીજા ત્રણ સ્પોર્ટ્સ સંકુલો અમપણ નિર્માણ કરીને અમદાવાદને ઓલિમ્પિકની યજમાની કરવા સક્ષમ બનાવવાની અમારી નેમ છે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts