ભાવનગરમાં સોમવતી અમાસને લઈ મંદિરોમાં ભાવિકોની ભીડ
ભાવનગર શહેર-જિલ્લામાં આવેલા શનિ મંદિરો તથા હનુમાનજી મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. શનિમહારાજને સરસવ તથા ચમેલીના તેલનો અભિષેક પસંદ છે. આથી શ્રદ્ધાળુઓ કાળા તલ, સરસવનું તેલ સહિતના દ્રવ્યોથી મહારાજ પર અભિષેક કરશે, તેમજ શનિ સહસ્ત્ર તથા શનિચાલીસા અને શ્રી શનિ સુક્તમના પાઠ કરી મહારાજને પ્રસન્ન કરવા પ્રયત્નો કરાશે. કરેલું સદ્દકાર્ય સહસ્ત્રગણું ફળ આપે છે, તેમજ આજે પવિત્ર જળાશયોમાં સ્નાનાદીનું પણ ખાસ મહાત્મ્ય છે. આથી શ્રદ્ધાળુઓ સમુદ્ર સ્નાન કરી ઈશ્વરને પ્રસન્ન કરવા પ્રયત્નો કરશે.
સોમવતી અમાસ સાથે ગ્રીષ્મ કાળના અંતિમ માસ વૈશાખ માસનું સમાપન થશે. ત્યારે નવગ્રહ પૈકી એક તથા દેવો-માનવોના કર્મોનો હિસાબ રાખતાં તથા કર્મ મુજબ ફળ પ્રદાન કરતાં સૂર્ય પુત્ર શનિ મહારાજનો જન્મદિવસ પણ છે. આમ ભાવિક ભક્તોને સોમવતી અમાસે બેવડો ધર્મલાભ મળશે. જેના પગલે શહેરના શનિમંદિરો ખાતે ભાવિકોની ભારે ભીડ જાેવા મળી હતી. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં સોમવતી, બુધવતી અને શનિવારી અમાવસ્યાનું આગવું વર્ણન અને મહાત્મ્ય છે. ત્યારે અમાસની સાથે ન્યાયના દેવ ભગવાન શનેશ્વર મહારાજની જન્મજયંતિ પણ છે. શાસ્ત્ર કથન અનુસાર જાતકે કરેલા જપ-તપ-દાન સાથેનું કર્મ સહસ્ત્રગણું પુણ્યફળ આપે છે. દર વર્ષે વૈશાખ વદ અમાસના રોજ માતા છાયાદેવી તથા સૂર્યનારાયણના પુત્ર શનિમહારાજનો જન્મદિવસ ઉજવવામાં આવે છે.
Recent Comments