મોટી પાણીયાળી કે.વ શાળાની ત્રણ બહેનો સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદ થઈ
પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાની વિદ્યાર્થીની બહેનોએ શાળાના આચાર્ય શ્રી બી.એ.વાળા ના માર્ગદર્શન હેઠળ સૌ પ્રથમ જિલ્લા કક્ષાએ સાત પ્રકારની મેદાન કસોટીમાં ભાગ લીધો હતો જેમાં મેંરીટમાં આવેલ આરતી ગોહિલ,રવિના વાઘેલા અને મયુરી બારૈયા રાજ્ય કક્ષાની મેદાન કસોટી પણ સફળતાપૂર્વક પાસ કરતા સ્પોર્ટ્સ સ્કુલમાં પસંદ થઈ છે,જેમાં આરતી ગોહિલ સમગ્ર ભાવનગર જિલ્લાના મેરિટમાં પ્રથમ નંબરે રહી શાળા અને ગામનું ગૌરવ વધારેલ છે. પસંદ થયેલ બહેનોને રમતની સઘન તાલીમ આપવામાં આવશે તેમજ તેમના અભ્યાસ અને રહેવા તથા જમવા સહિત તમામ ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બહેનોને શાળા પરીવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.
Recent Comments