fbpx
અમરેલી

એક કદમ પોષણ કી ઓર અભિયાન અંતર્ગત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિ

એક કદમ પોષણ કી ઓર  અભિયાન અંતર્ગત બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિઅશ્વિનભાઈ સાવલિયા બીપીનભાઈ જોશી – પ્રા.જે.એમ.તલાવીયા  અર્પણભાઈ જાની – ડો.કલ્પેશભાઈ વઘાસિયા અને ડો.સતીશભાઈ સોલંકીની ઉમદા કામગીરી.અમરેલી “એક કદમ પોષણ કી ઓર”  મદદ મિશન મહાઅભિયાન અંતર્ગત નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ – અમરેલી દ્વારા સંચાલિત રાધિકા ગોળ હોસ્પિટલ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલસાહેબના વરદ હસ્તે કુપોષીત ૩૮૩ બાળકોને આયુર્વેદિક કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ તકે રૂપળાજીએ જણાવ્યું કે દરેક માતા બાળક માટે વિશેષ કાળજી રાખે અને આ કિટના નિર્દોષ ઔષધોનો  ઉપયોગ નિયમિત પણે કરે તે જરૂરી છે. સાથે સાથે ” મદદ ” ટીમના કાર્યકર્તાઓ પણ દરેક કુપોષીત પરિવારની મુલાકાત લઈને આ કાર્યમા સહયોગ આપે તે અતિ આવશ્યક છે. નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ – અમરેલીના તમામ સ્ટાફ  અને આયુર્વેદિક કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો અને તમામ વિદ્યાર્થીઓને ધન્યવાદ આપ્યા તેમજ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ – અમરેલીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, બીપીનભાઈ જોશી, પ્રા.જે.એમ. તલાવીયા, અર્પણ જાની, ડો.કલ્પેશ વઘાસિયા અને ડો. સતીશ સોલંકીની કામગીરીને બિરદાવી હતી.

આ કાર્યમાં સાથે જોડાયેલ દિવાઈનેક્સ ફાર્માડૉરના સી.ઇ.ઓ. વિશાલભાઈ પંડ્યાને પણ અભિનન્દન આપ્યા હતા.આ પ્રસંગે કાર્યક્રમ સંયોજક શ્રી બીપીનભાઈ જોશીએ ” મદદ સેવા યજ્ઞ ” ની વિસ્તૃત માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ  કોઓર્ડિનેટર  પ્રા. જે. એમ. તલાવીયા, ટ્રસ્ટના સી.ઇ.ઓ.  અર્પણભાઈ જાની,  મેનેજિંગ ટ્રસ્ટી વર્ષીલભાઈ ગાંધી, વિજયભાઈ નાંઢા, જિલ્લા ભા.જ.પ. મહામંત્રી રાજેશભાઇ કબરીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઇ ડેર, તાલુકા ભા.જ.પ. પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસીયા, પ્રવીણભાઈ માંગરોળિયા, સુરેશભાઈ શેખવા, તુષારભાઈ જોશી, મનીષાબેન રામાણી તથા જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પટેલ અને આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર માનિશાબહેન બારોટ ઉપસ્થિત રહયા હતા. અમરેલી શહેર અને અમરેલી તાલુકામાં સમાવિષ્ટ થતા ગામડાઓના એન.એસ.એસ.ના બહેનોએ અમરેલીના સપૂત અને ભારત સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાસાહેબ દ્વારા ચલાવવામાં આવતા “મદદ ” સેવાકીય ટ્રસ્ટ દ્વારા ” એક કદમ પોષણ કી ઓર ” અભિયાન અંતર્ગત  કુપોષિત બાળકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર અને ” મદદ ન્યુટ્રીશન કીટ ”  આથે હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા. આંગણ વાડીની મુલાકાત લઈ અમરેલી શહેર અને અમરેલી તાલુકાના તમામ ગામોના કુપોષિત ૨૮૩ બાળકોની યાદી બનાવવામાં આવી હતી, આ તમામ બાળકોનું મેડિકલ  ચેકઆપ કરી જરૂરું દવવો આપવામાં આવી હતી. અમરેલી શહેરની કોલેજોના એન.એસ.એસ.ના  તમામ સ્વયંસેવીકા બહેનોએ આ ભગીરથ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું  તેમજ તમામ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમ પ્રા.જે.એમ.તલાવીયાએ એક યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts