રાષ્ટ્રીય

12 કરોડ રૂપિયાનું રક્ત ચંદન DRIએ કર્યું કબ્જે, તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

4.63 મેટ્રિક ટન વજનનાં લાલ ચંદનનાં 840 લાકડાના લોગ જપ્ત કરવામાં આવ્યા છે. દાણચોરી મામલે DRI એ શંકાસ્પદ લાગતા કન્ટેનરને ‘કન્ટેનર સ્કેનિંગ ડિવાઇસ’ દ્વારા સ્કેન કરતા મામલો સામે આવ્યો હતો.આ રક્ત ચંદન શારજાહ મારફતે UAE મોકલવાના હોવાનો થયો ખુલાસો થતા જ DRI એ કંટેનર મોકલનાર અને રીસિવ કરનાર અંગે તપાસ તેજ કરી છે. તેવામાં આ રક્ત ચંદન ક્યાંથી આવ્યું હતુ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.જે તપાસ બાદ આ મામલે મહત્વનાં ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.સાથે જ આ અગાઉ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કેટલી વાર લાલ ચંદનની હેરાફેરી કરવામાં આવી તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. આંધ્રપ્રદેશ અને આસપાસનાં જંગલોમાંથી લાલ ચંદનની તસ્કરી કરવામાં આવતી હોય છે..આ ચંદનની માંગ એશિયા અને ચાઈના સહિતના અનેક દેશોમાં સૌથી વધુ હોય છે..આ રક્ત ચંદનનો ઉપયોગ કોસ્મેટીક, દવાઓ, અને ફર્નિચર બનાવવામાં કરવામાં આવે છે. ફોરેન ટ્રેડ પોલીસી અંતર્ગત આ લાલ ચંદનના એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.છેલ્લાં 2 વર્ષમાં DRI દ્વારા 150 કરોડથી વધુની કિંમતનાં રક્ત ચંદનને ઝડપી મોટા રેકેટનો પર્દાફાસ કર્યો છે..

Related Posts