fbpx
અમરેલી

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની પાલનહાર બનતી સરકાર

કોરોના માતા-પિતા ગુમાવનાર બાળકોની સ્થિતિ એવી થઇ જતી હોય છે કે જેની કલ્પના પણ ન કરી શકાય. પોતાના સ્વજનોને ગુમાવ્યા બાદ આવા બાળકો માટે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોય છે તેમજ તેમના દરેક દિવસો સંઘર્ષમય પસાર થતા હોય છે ત્યારે આવા બાળકો માટે શિક્ષણ એક પડકાર બની રહેતી હોય છે. આથી કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે સરકાર તારણહાર બની છે તેમના માટે PM CARE યોજના લઇને આવી છે.

આજરોજ ભાવનગરનાં કલેકટર કચેરી ખાતે આવેલ વિડીયો કોન્ફરન્સ હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં પીએમ કેર યોજનાનાં લાભાર્થીઓને સ્કુલ બેગ, પોસ્ટ ઓફિસની પાસબુક, PMJAY હેલ્થ કાર્ડ, પીએમ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલા હતાં.

આ યોજનાનાં લાભાર્થીની નિપાબેન પરમારે જણાવ્યું હતું કે, તેમની જેઠાણીનું અવસાન અગાઉ થયેલું હતું તેમજ તેમના જેઠનું પણ કોરોનાથી અવસાન થતાં તેમનું બાળક માતા-પિતા વિહોણું બન્યું હતું ત્યારે બાળકની જવાબદારી કાકા-કાકી ઉપર આવી ગઈ હતી. સરકારશ્રીની આ યોજનાથી બાળકને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે.

આ ઉપરાંત અન્ય લાભાર્થી દિવ્યાબેન ચુગડીયાએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા પિતાનું અવસાન થયું હતું તેમજ કોરોનામાં માતાનું પણ અવસાન થતાં નાના ભાઈ-બહેનની જવાબદારી તેમના પર આવી હતી. સરકારશ્રીની PM CARE યોજનાથી તેનાં બંને નાના ભાઈ-બહેનોને ભણાવી શકાશે તેમજ તેમનું ભરણપોષણ પણ યોગ્ય રીતે થઇ શકશે. આ તકે તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ૨૧ વર્ષની વય સુધી માસિક ચાર હજારની સહાય, સ્પોન્સરશીપ યોજના અંતર્ગત ૧૮ વર્ષની વય સુધી બાળકોને માસિક બે હજારની સહાય તેમજ વય મર્યાદાને ધ્યાનમાં રાખી દસ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PMJAY કાર્ડ પણ દરેક બાળકોને આપવામાં આવ્યાં હતાં.

Follow Me:

Related Posts