કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડીએ આપી નોટીસ, 8 જૂને સમન્સ પાઠવ્યું
2015થી આ મામલો ચાલી રહ્યો હતો અગાઉ આગોતરા જામીન પણ લીધા હતા. ઈડીએ ફરી નોટીસ કાઢી છે. કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે અને આ મામલે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી આ સમન્સ મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. આ કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે આ બન્ને નેતાઓને ફરી સમન્સ પાઠવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, બદલાના ઈરાદાથી બન્ને નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે.
તપાસ એજન્સીએ બંને નેતાઓને 8મી જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ મામલો જૂના કેસ સાથે જોડાયેલો છે. જે વર્ષ 2015માં બંધ થયો હોય તે મામલો ફરી એકવાર ખુલ્યો છે. ગાંધી પરિવાર સામે ઈડીના સમન્સ બાદ ચારેબાજુ કોંગ્રેસ અને ભાજપના નેતાઓની બયાનબાજી થઈ રહી છે. ત્યારે ગુજરાતના બીજેપીના નેતાઓ કહી રહ્યા છે જેવા જેના કામ અને જેવા જેના કરમ. આ સિવાય કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ કોંગ્રેસ પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ સમન્સ પાઠવવામાં આવતા વિપક્ષના તમામ મોટા નેતાઓએ જાણો મોરચો સંભાળી લીધો હોય તેમ બયાનબાજી બન્ને પક્ષ તરફથી જોવા મળી રહી છે.
ખાસ કરીને નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને 8 જૂને સમન્સ જારી કર્યું છે.
Recent Comments