ખુનની કોશીષના ગુન્હાના આરોપીઓને ગુન્હો દાખલ થયાની ગણતરીના કલાકોમાં પકડી પાડતી ધારી પોલીસ ટીમ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/06/featured_1654084680.jpg)
અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા શરીર સંબધી ગુન્હાઓના આરોપીઓ ગુન્હો કરી નાસી-ભાગી ન જાય, તેમજ શરીર સંબધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી.કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ શરીરી સંબધી ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માંટે નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ સધળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા પામેલ એપાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૪૦૨/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૦૭,૪૫૨,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હો તા.૩૦/૦૫/૨૦૨૨ ના ક.૨૧/૩૦ વાગ્યે રજીસ્ટર થયેલ અને ધારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ડી.સી.સાકરીયા તેમજ સ્ટાફના હેડ કોન્સ કે.એસ.સોલંકી તથા પો.કોન્સ. યુ.એમ.હેલૈયા તથા વાય.જી.મકવાણા વિગેરે નાઓએ ઉપરોકત ગુન્હાના કામના બંન્ને આરોપીઓને તા.૩૧/૦૫/૨૦૨૨ ના ૬.૧૭/૩૦ વાગ્યે ધોરણસર અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.આમ સદરહું ગુન્હાના કામના આરોપીઓને ગુન્હાના દાખલ થયાની ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે. ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત –
(૧) મહેશભાઇ વિનુભાઇ રાઠોડ ઉવ.૧૯ રહે.હાલ હીમખીમડીપરા તા.ધારી મુળ રહે.ગોવીંદપુર તા.ધારી જી.અમરેલી (૨) ધનશ્યામભાઇ બાલુભાઇ પાડલીયા ઉવ.૪ર રહે જળજીવડી તા. ધારી જી.મરેલી
Recent Comments