ગુજરાત

બિયારણ અને ખાતર નું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં સરપ્રાઈઝ ચકાસણી

વડોદરા જીલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) આર.કે.ભટ્ટની આગેવાની હેઠળની ટીમ તેમજ દાહોદ જીલ્લાના ક્વોલીટી કંટ્રોલ ઇન્સ્પેકટરની સયુકત ટીમ દ્વારા દાહોદ જીલ્લામાં જંતુનાશક દવા, બિયારણ, ખાતરના વેચાણ કરતા વિક્રેતાઓ સામે આકસ્મિક તપાસ કરાઇ હતી. જેમાં બિયારણ અને ખાતરનું વેચાણ વિક્રેતાઓ નિયમાનુસાર વેચાણ ન કરવા જેવી અનેક બાબતોની ચકાસણી કરીને ગેરરીતિ આચરનારા સામે કડક પગલા ભરાયા હતા.આ આકસ્મિક તપાસમાં કુલ ૯૧ ડીલરો-એજન્સીઓની ચકાસણી કરાઇ હતી. જેમાં ૫૩ વિક્રેતાઓને અનિયમિતતા બદલ શો-કોઝ નોટીસો પાઠવવામાં આવી છે.

જયારે જંતુનાશક દવા, બિયારણ અને ખાતરના શંકાસ્પદ લગતા ૧૨ નમુના ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે. પ્રિન્સીપલ સર્ટિફિકેટનો ઉમેરો કરવ્યા વગરનો રૂ. ૧૧,૬૮,૫૫૦ નો ઈનપુટ જથ્થો અટકાવાયો છે.આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેમજ ખેડૂતોને સાચું અને સારી ગુણવત્તાનું દવા, બિયારણ અને ખાતર મળી રહે ઉપરાંત ખેડૂતો દ્વારા તેનો ઉપયોગ કરવાથી તેમના પાકને નુકસાન ન થાય અને તેઓના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી વડોદરાના વિભાગના સયુકત ખેતી નિયામક (વિસ્તરણ)એ આંતર જીલ્લા સ્કવોડની રચના કરી છે. જે અંતર્ગત આ ટીમની રચના કરાઇ હતી. તેમજ ગત તા.૨૬ થી ૨૮ મે દરમિયાન આ ઝુંબેશ હાથ ધરાઇ હતી.

Related Posts