ગુજરાત

હાય રે મજબૂરી…!! : જ્યુસ સેન્ટર પરથી 50 કિલો કેરી ચોરી કરી ચોર ફરાર, મેઘરજના રેલ્લાવાડા ગામે કેરીની પણ ચોરી થતા લોકોમાં ફફડાટ

દેશમાં મોંઘવારીના મારથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે બેરોજગારીમાં પણ સતત વધારો થઇ રહ્યો છે દેશમાં ચોરી તસ્કરી અને અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે હવે તો દેશમાં સોના-ચાંદીના અને રોકડ રકમની સાથે કરિયાણું, શાકભાજી અને ફ્રૂટની ચોરી કરવા મજબુર બન્યા હોય તેવી ઘટનાઓ ઘટી રહી છે થોડા સમય અગાઉ લીંબુનો ભાવ આસમાને પહોંચતા લીંબુ ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો હતો ત્યારે અરવલ્લી જીલ્લામાં કેરી ચોરી કરતો શખ્સ CCTV કેમેરામાં કેદ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઉનાળામાં કેરીની ડિમાન્ડ વધુ રહેતી હોય છે પરંતુ ચાલુ સાલે ક્લાઇમેન્ટ ચેન્જના પગલે કેરીનો પાક ઓછો ઉતરતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે ગરીબ લોકો માટે કેરીના ભાવ અસહ્ય બની રહ્યા છે.ત્યારે અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક જ્યુસ સેન્ટરની દુકાનમાંથી કેરી ભરેલ બે કેરેટની ચોરી થતા જ્યુસ સેન્ટરના માલિકને પણ આશ્ચર્ય થયું હતું જ્યુસ સેન્ટરમાં રાખેલ કેરીના બે કેરેટની ચોરી થયાની જાણ થતા સેન્ટરના માલિકે દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ કેરી ભરેલ બે કેરેટની ચોરી કરતો કેમેરામાં કેદ થયો હોવાનું જોવા મળતા આ અંગે ઇસરી પોલીસને જાણ કરવા તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં હવે કેરી ભરેલ કેરેટની પણ ચોરી થવા લાગતા લોકોમાં ફાફડાટ ફેલાયો છે ઈસરી પોલીસ ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી માંગ પ્રબળ બની છે

Follow Me:

Related Posts