fbpx
રાષ્ટ્રીય

ભારતે 56,877 ટન ઘઉં તૂર્કી મોકલ્યા, એ દેશે આ કારણ આપીને ઘઉં પાછા મોકલી દીધા

એક તરફ જ્યારે ઘઉં માટે કેટલાક દેશ પડા પડી કરી રહ્યા છે ત્યારે તૂર્કીએ એને ખરાબ માલ કહીને રિજેક્ટ કરી દીધો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને દુનિયાભરમાં ઘઉંની અછત સર્જાઈ રહી છે, ત્યારે તૂર્કીએ ભારતથી આવેલા ઘઉંને રિજેક્ટ કરી દીધા છે. તેમનું કહેવું છે કે આ ઘઉંમાં રુબેલા વાયરસ મળી આવ્યો છે.

તૂર્કીએ ઘઉંમાં ફાઇટોસૈનિટરીની સમસ્યાનું કારણ આપ્યુ છે. ત્યાર બાદ 29 મેએ તૂર્કીએ ભારતથી આવેલા ઘઉંને પાછા આપી દીધા છે. S&P ગ્લોબલ કમોડિટી ઇનસાઇટ્સની રિપોર્ટ મુજબ તૂર્કીનું જહાજ 56,877 ટન ઘઉંથી ભરીને પડેલું છે. આ જહાજને ફરી તૂર્કીથી ગુજરાતના બંદર પર મોકલી આપવામાં આવ્યુ છે.

ઇસ્તાનબુલના એક ટ્રેડરે કહ્યુ કે ઇન્ડિયાના ઘઉંમાંથી રુબેલા વાયરસ મળી આવ્યો છે. આથી તૂર્કીના કૃષિ મંત્રાલયે આ ઘઉંને લેવાની ના પાડી દીધી છે. ઘઉંથી ભરેલું જહાજ બંદરે જૂનના મધ્ય સુધીમાં પહોંચી જશે.

તૂર્કીએ આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે દુનિયાભરમાં ઘઉંની અછત છે. ઇન્ટરનેશનલ લેવલે ઘઉંના વિકલ્પને શોધવામાં આવી રહ્યો છે ત્યારે તૂર્કીએ આ સ્ટેપ લીધો છે. ઇન્ડિયાએ ઘઉંની બીજા દેશને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે ત્યાર બાદ બાર દેશે ભારત પાસે મદદ માગી હતી. ભારતે બેન લગાવ્યા બાદ પણ 60000 ટન ઘઉં મોકલ્યા હતા.

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી ઘઉંની સપ્લાઇ બંધ થઈ ગઈ છે. રશિયા અને યુક્રેન બન્ને ઘઉંના સૌથી મોટા ઉત્પાદક છે. આ બે દેશ મળીને જ દુનિયાના ટોટલ ઘઉંનો ¼ હિસ્સો માર્કેટમાં આવે છે. S&Pના રિપોર્ટ મુજબ આ નિર્ણયને લઈને અન્ય દેશ ચિંતામાં પડી ગયા છે. મિસ્ર સહિત અન્ય દેશોમાં આગામી થોડા દિવસમાં ઘઉં પહોંચવાના છે. રશિયા અને યુક્રેનના યુદ્ધનેકારણે બજારમાં ઘઉંની અછત હોવાથી ઇન્ડિયા અન્ય દેશ માટે તારણહાર બનીને આવ્યુ હતુ. ભારત સરકારે 13મેએ ઘઉંની નિકાસ પર બન મુક્યો હતો અને એનાથી સ્થિતિ ઘણ વણસી ગઈ હતી. ઇન્ડિયાએ પોતાના દેશમાં ઘઉંની કિંમત ન વધે એ માટે એને નિયંત્રણમાં રાખવા માટે આ નિર્ણય લીધો હતો.

ભારતનો ઘઉં પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે તમામ બંદરો પર લગભગ અઢાર લાખ ટન અનાજ ફસાયેલું છે. આથી ટ્રેડરને ભારે નુક્સાન થઈ રહ્યું છે.

Follow Me:

Related Posts