સચિન વિસ્તારમાં રહેતા યુવકે ભાઈ ની પત્ની ને હવસ નો શિકાર બનાવી
મૂળ મધ્યપ્રદેશના સિંધી જિલ્લાના બહરી તાલુકાના ચમરહદી ગામમાં રહેતો રવિશંકર હિંચલાલ કુસ્વાહ છેલ્લા કેટલાક સમયથી સચિનમાં સ્થાયી થઇ સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરી કરતો હતો.
ગત માર્ચ મહિનામાં રવિશંકરે વતનમાં રહેતા તેના કૌટુંબિક ભાઇને ફોન કરી કામધંધા માટે વતન કરતા સુરતમાં ઘણી તક છે, વતન કરતા સારો પગાર મળશે, બચત પણ થશે અને પરિવારનું ગુજરાન પણ ચાલશે એમ કહી સુરત આવવા દબાણ કર્યુ હતું. જેથી કૌટુંબિક ભાઇ અને તેની પત્ની ગત 16 માર્ચે સુરત આવ્યા હતા અને સચિનમાં રહેતા રવિશંકરના ઘરે રોકાયા હતા. જયાં રાતે રવિશંકર અને તેનો કૌટુંબિક ભાઇ ઘરની બહાર સુતેલા હતા. જયારે કૌટુંબિક ભાઇની પત્ની રૂમની અંદર સુતેલી હતી તે તકનો ગેરલાભ લઇ મધરાતે રવિશંકર રૂમમાં જઇ નાના ભાઇની પત્નીને ધાક-ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું.
રવિશંકરે માત્ર એક વખત નહીં પરંતુ તેના કૌટુંબિક નાના ભાઇને ગેરહાજરીમાં પાંચથી છ વખત ધાક-ધમકી આપી દુષ્કર્મ કર્યુ હતું. જો કે ગત 5 મે ના રોજ રવિશંકર વતન ગયો ત્યારે તેને શંકા ગઇ હતી કે નાના ભાઇની પત્ની સાથેના કુકર્મની જાણ થઇ જશે એટલે વતન ગયા બાદ ત્યાંથી ભાગી ગયો હતો. જયારે બીજા દિવસે વતન પહોંચેલા કૌટુંબિક ભાઇને તેની પત્નીએ રવિશંકરે આચરેલા કુકર્મની જાણ કરતા વતન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જયાંથી ફરિયાદ સુરતના સચિન પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
Recent Comments