અમરેલી

 ખાંભા આશ્રમપરા ખાતે જાહેરમાં ગે.કા. તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા સાત પુરૂષ તથા પાંચ મહિલાઓને રોકડા રૂ .૧૪,૧૬૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ 

મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં દારૂ – જુગાર જેવી બદી દુર કરતા અને આવી ગે. કા. પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમરેલી જીલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સા , ના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો . સબ ઇન્સ . શ્રી વાય.પી.ગોહિલ સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.નીટીમ દ્વારા ચોક્કસ હકિકત મેળવી ખાંભા આશ્રમપરા વિસ્તારમાં રેઇડ કરી સાત પુરૂષો અને પાંચ મહિલાઓને જાહેરમાં ગે.કા. તીન પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૪,૧૬૦ / – ના મુદ્દામાલ સાથે પકડી તેઓના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે . – : પકડી પાડેલ આરોપીઓ : ( ૧ ) જીવરાભાઇ ભગુભાઇ વાઘેલા ( ૨ ) અજયભાઇ અરજનભાઇ ચાવડીયા ( 3 ) ભરતભાઇ ભનુભાઇ ઓઢવીયા ( ૪ ) રાહુલભાઇ શિવુભાઇ વાવડીયા ( ૫ ) તેજાભાઇ ઉર્ફે દિનેશભાઇ અરજનભાઇ ચાવડીયા ( ૬ ) વલકુભાઇ ભગુભાઇ વાઘેલા ( ૭ ) સુરેશભાઇ રામજીભાઇ ચાવડીયા ( ૮ ) નિશાબેન W / O દિનેશભાઇ પરમાર ( ૯ ) મંજુલાબેન ભગુભાઇ વાઘેલા ( ૧૦ ) કાન્તાબેન સવજીભાઇ પાટડીયા ( ૧૧ ) સંતોકબેન કાળુભાઇ પાટડીયા રહે.દાઠા તા.મહુવા ( ૧૨ ) નબુબેન W / O બાલાભાઇ વાઘેલા રહે.તમામ ખાંભા આશ્રમપરા તા.ખાભા જી.અમરેલી આ કામગીરીમાં ખાંભા પો.સ્ટે.માં પો.સબ ઇન્સ . વાય.પી.ગોહિલ સા . તથા હેડ કોન્સ . સીકંદરભાઇ સૈયદ , હિરેનસિંહ ખેર , ગંગાબેન ચુડાસમા તથા પો.કોન્સ . કનુભાઇ બાંભણીયા , તથા લોકરક્ષક રવીભાઇ ડાંગર , જલ્પાબેન પીઠીયા નાઓ જોડાયા હતા .

Related Posts