fbpx
બોલિવૂડ

ઐશ્વર્યા રાયને લાલ લિપસ્ટિક ન લગાવવાની આપી સલાહ જાણો..

ઐશ્વર્યા રાય ગુરુવારે ડોક્ટર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચી હતી. ઐશ્વર્યા વ્હાઇટ કલરના ફૂલ પ્રિન્ટેડ લોન્ગ ઓવરકોટ ટાઇપ ડ્રેસમાં જાેવા મળી હતી. તેણે તેના વાળ કર્લ કર્યા હતા અને લાલ લિપસ્ટિક લગાવી હતી. સ્ટેજ પર પહોંચેલી ઐશ્વર્યાએ હસતાં-હસતાં સૌનું અભિવાદન કર્યું પણ તેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી નહીં. ઐશ્વર્યા રાયનો મેકઅપ અને ડ્રેસિંગ સ્ટાઈલ જાેઈને ચાહકો નિરાશ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. ઐશ્વર્યાની સ્ટાઈલ જાેઈને ફેન્સ તેને સ્ટાઈલિશ બદલવાની સલાહ આપી રહ્યા છે, તો લોકોએ મેકઅપ ટિપ્સ પણ આપવાનું શરૂ કર્યું. એકે પૂછ્યું ‘તમારી ડ્રેસિંગ સેન્સને શું થયું છે?’ તો બીજાએ લખ્યું ‘છઇમ્ પ્લીઝ ચેન્જ યોર સ્ટાઈલિશ’, જ્યારે બીજાએ સલાહ આપી કે ‘શું એશ લાલ લિપસ્ટિક લગાવવાનું બંધ કરી શકે છે.

આ સિવાય એકે ઐશ્વર્યાની ફેશન સેન્સ માટે ૧૦માંથી ઝીરો નંબર પણ આપ્યો હતો. એકે તો પૂછ્યું કે ‘તેણે તંબુ કેમ પહેર્યો છે, ડ્રેસિંગ સેન્સ બિલકુલ નથી.’ ઐશ્વર્યા રાયના કેટલાક ચાહકોને ટ્રોલ કરનારા લોકોને પસંદ નથી, તેથી તેઓએ કોમેન્ટ વિભાગમાં લખ્યું તમામ નિષ્ણાતોને નમ્ર વિનંતી, કૃપા કરીને તેમને એકલા છોડી દો અને જેમ છે તેમ જ રહેવા દો’. તો એકે આવા ડ્રેસિંગ પર લખ્યું કે ‘લાગે છે કે તે ગર્ભવતી છે’. ઐશ્વર્યા રાય સાથે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨માં પણ તેનો ગેટઅપ અને લુક ફેન્સને પસંદ આવ્યો ન હતો અને તેઓ ટ્રોલ થયા હતા. ફેસ્ટિવલ દરમિયાન તેના મેકઅપ અને સ્ટાઇલ વિશે પણ વિવિધ કોમેન્ટ્‌સ કરવામાં આવી હતી.ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લે છે. ફેન્સ તેની સ્ટાઈલના જાેરદાર વખાણ કરતા રહે છે, પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસની સ્ટાઈલ અને મેકઅપને પસંદ નથી કરી રહ્યા. તેથી જ વખાણના બદલે ભૂતપૂર્વ વિશ્વ સુંદરીને ફેશન સ્ટાઈલિશ બદલવાની સલાહ આપવામાં આવી રહી છે, જ્યારે ઘણા ચાહકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે તમારી ડ્રેસિંગ સેન્સને શું થયું છે?

Follow Me:

Related Posts