સૌરાષ્ટ - કચ્છ

ગિરિરાજ હોસ્પિટલ ખાતે તા. ૦૫/૦૬/૨૦૨૨, રવિવવારનાં રોજ થેલેસેમીયા પીડીત બાળકો, જરૂરીયાત મંદ દર્દીઓ માટે રકતદાન કેમ્પ યોજાયો

રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત ૭૫ મા અમૃત મહોત્સવ નિમિત્તે શ્રીમદ રાજ ચંદ્ર સેવા ગ્રુપને સમગ્ર ગુજરાતમાંથી અને સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનની તમામ શાખાઓમાંથી ૨૫૦૦૦ બોટલ રક્ત એકત્ર કરવાની તક આપવામાં આવી છે. આ કાર્યક્રમ એપ્રિલ ૨૦૨૨ માં શરૂ થયો હતો અને ડિસેમ્બર ૨૦૨૨ સુધી ચાલશે. અમે શ્રી પરમ પૂજ્ય ગુરુવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી અને શ્રી પરમ પૂજ્ય સદગુરુ મહંત સ્વામીશ્રી દેવપ્રસાદદાસજી, પ.પુ.શ્રી શ્રુતીપ્રકાશ સ્વામીજી,પ.પુ ક્ષી્ ચૈત્નય સ્વામીજીના ખૂબ જ ઋણી છીએ, અમને આવી અદભૂત તક આપવા બદલ રક્તની ઉપલબ્ધતાના અભાવે પીડાતા દર્દીઓની એક મહાન સેવા કરી અને બદલામાં રાષ્ટ્ર માટે એક ભવ્ય સેવા કરી રહ્યા છે.

શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ, રાજકોટ દ્વારા ગીરીરાજ હોસ્પીટલ ગુ્પના ચેરમેન અને શ્રીજી ગૌ શાળા કે જેમાં ૧૮૦૦ ગાયમાતાની સાર સંભાળ અને સેવા કરવામાં આવે છે અને રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠક્કર 73માં જન્મદિન નિમિતે સેવામય ઉજવણી કરવા ગિરિરાજ હોસ્પિટલ, નવજ્યોત પાર્ક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે તા. 05/06/2022 , રવિવારનાં રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૩૯ બોટલ રક્ત રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતું. રમેશભાઈ ઠક્કરનાં જન્મદિન પર આવા ૧૦ કેમ્પનું આયોજન કરી ૧૧૦૦ બોટલ રક્ત એકઠું કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો હતો જેમાંથી આ પાંચમો કેમ્પ હતો અને 545 બોટલ રક્ત અત્યાર સુધીમાં બ્લડ બેંકને અર્પણ કરવામાં આવ્યું હતુ. આ રકતદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવા બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા મેયર ડૉ. પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડૉ. દર્શિઁતાબેન શાહ, ભાજપ રાજકોટના પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી, IMA પ્રમુખ ડૉ. સંજયભાઈ ભટ્ટ, ડૉ. પારસભાઈ શાહ, ડો. અતુલભાઈ પંડ્યા, ડો. પ્રતિકભાઈ અમલાણી, ડૉ. ધુર્તિબેન અમલાણી, ડૉ. પ્રતિક્ષાબેન દેસાઈ, ધર્મેશભાઈ જીવાણી , વિરાભાઈ હુંબલ, પૃથ્વીસિંહ રાણા, મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ), રાકેશભાઈ ભાલારા , મિતલભાઈ ખેતાણી (કરુણા ફાઉન્ડેશન-એનિમલ હેલ્પલાઈન), મનીશભાઈ રાડીયા, નરેન્દ્રભાઇ જિબા (ફૂલછાબ), શિવલાલભાઈ આદ્રોજા(એન્જલ મોટર્સ)નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રકતદાન કરવા બદલ રમેશભાઈ ઠક્કરનો , ડૉ. મયંક ભાઈ ઠક્કર, ગૌરાંગભાઈ ઠક્કર, ડો. સંજયભાઈ દેસાઈ, ડો.કૃપેન ટેલર , સંજયભાઈ લાખાણી તેમજ તમામ રક્તદાતાઓનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.  રકતદાનની સાથે સાથે અંગદાન, નેત્રદાન અને દેહદાન જાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે બદલ સંસ્થા ઉમેશભાઈ મહેતા અને જનકલ્યાણ સેવા ગુ્પની ટીમના આભારી છે.

Related Posts