મ્હે . અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર રેન્જ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમાં પસાર થતી નદિઓ ના પટમાંથી રેતી ચોરી કરતા ઇસમો સામે કાર્યવાહિ કરવા રેતી ચોરી સદંતર બંધ કરવા સુચના આપેલ હોય જે અન્વયે મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ અમરેલીનાઓએ અમરેલી જીલ્લામાં રેતી ચોરીકરતા ઇસમોને પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં કાયદેરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સા.ના જરૂરી માર્ગદર્શન હેઠળ ખાંભા પોલીસ સ્ટેશનના પો . સબ ઇન્સ . શ્રી વાય.પી.ગોહિલ સા.ની રાહબરી નીચે ખાંભા પો.સ્ટે.ની ટીમ દ્વારા ચોક્કસ હકિકત મેળવી ખાંભા પો.સ્ટે.ના પીપળવા ગામેથી એક ઇસમને ગે.કા. વગર પાસ પરમીટે રોયલ્ટી વગર આશરે બે ટન જેટલી રેતી કિ.રૂ .૧૦૦૦ / – ની ટ્રોલી નં . GJ – 14-7-8366 માં ભરેલ હોય જે નંબર વગરના ટ્રેક્ટર , ટ્રોલી સહીત કિ.રૂ .૨,૫૦,૦૦૦ / – સહિત કુલ કિ.રૂ .૨,૫૧,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડી ખાંભા પો .સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં .૧૧૦૯૩૦૨૭૨૨૦૪૧૬ IPC કલમ ૩૭૯ તથા MMDR ક .૨૧ મુજબની ફરીયાદ રજી . કરી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરેલ છે . : પકડી પાડેલ આરોપીઓ : – ( ૧ ) જસુભાઇ હકુભાઇ બુધેલા ઉ.વ .૨૬ રહે.પીપળવા તા.ખાંભા જી.અમરેલી . WORK આ કામગીરીમાં ખાંભા પો.સ્ટે.માં પો.સબ ઇન્સ . વાય.પી.ગોહિલ સા.ની રાહબરી નીચે હેડ કોન્સ . ડી.આર.મકવાણા તથા પો.કોન્સ . સહદેવ મકવાણા જોડાયા હતા .
ખાંભા પો.સ્ટે . વિસ્તાર માંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ગે.કા. રેતી ચોરી કરતા ઇસમને ટ્રેક્ટર સહિત કુલ કિ.રૂ. ૨,૦૪,૦૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ

Recent Comments