બોલિવૂડ

સંજય લીલા ભણસાલી ૨૦૦ કરોડના બજેટ હીરામંડી નામની વેબ સિરીઝ બનાવશે

નેટફ્લિક્સે વેબ સિરિઝના ડાયરેક્શન માટે સંજય લીલા ભણસાલી સાથે હાથ મિલાવ્યા છે. આ વેબસિરિઝ માટે ૨૦૦ કરોડનું બજેટ નક્કી થયું છે, જેમાંથી ૬૦-૬૫ કરોડ રૂપિયા ભણસાલીને ફી પેટે ચૂકવવામાં આવશે. બાકીની રકમમાં અન્ય એકટર્સની ફી અને પ્રોડક્શન કોસ્ટનો સમાવેશ થાય છે. માંડ બે-ચાર ડાયરેક્ટર્સને ફિલ્મો માટે આટલી જંગી રકમ મળતી હોય છે. જ્યારે વેબ સિરિઝ માટે કોઈ ડાયરેક્ટરને આવડી મોટી ઓફર થઈ હોય તેવો પ્રથમ કિસ્સો છે. વેબ સિરિઝમાં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાનું નામ ફાઈનલ કહેવાય છે. મનીષા કોઈરાલા અને રિચા ચઢ્ઢા પણ તેમાં નજરે પડી શકે છે. વેબ સિરિઝમાં ભારત અને પાકિસ્તાનના પાર્ટીશન દરમિયાન રૂપજીવનીઓના જીવનને રજૂ કરવામાં આવશે. તેનું મ્યૂઝિક ઈસ્માઈલ દરબાર આપશે. ભણસાલી પાછલા ૧૨ વર્ષથી આ સબજેક્ટ પર ફિલ્મ બનાવવા માગતા હતા. હીરામંડીમાં પ્રેમ, દગો, રાજનીતિ, નફરત, હિંસા જેવા અનેક પરિમાણો જાેવા મળશે.સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મ યાદગાર અને સફળ હોય છે. તેમની લેટેસ્ટ રિલિઝ ગંગુબાઈ કાઠિયાવાડી હતી. થીયેટર ઉપરાંત ઓટીટી પર પણ આ ફિલ્મે સારો રિસ્પોન્સ મેળવ્યો હતો. થીયેટરમાં ગંગુબાઈને ૧૩૦ કરોડનું કલેક્શન મળ્યુ હતું. સુપરહિટ ફિલ્મો આપનારા સંજય લીલા ભણસાલી હીરામંડી નામની વેબ સિરિઝ બનાવવાના છે, જેનું બજેટ રૂ.૨૦૦ કરોડ છે

Related Posts