શ્રી પટેલ વિધાર્થી આશ્રમ–અમરેલી સંચાલિત શ્રી એમ.વી.પટેલ કન્યા વિદ્યાલય – અમરેલીનું ધો–૧૦ તથા ધો.૧ર નું ઉત્કૃષ્ટ પરિણામ
શ્રી એમ.વી. પટેલ કન્યા વિદ્યાલય – અમરેલીનું ધો.૧૦ નું ૯૧ % પરિણામ આવેલ છે. તેમાં ટોપટેનમાં વિધાર્થીનીઓ એ ૯૮ થી ૯૮ પી.આર. મેળવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. તેમજ ધો.૧ર નું ૯૧.૮૯ % પરિણામ આવેલ છે. તેમાં ટોપટેનમાં ૯૮ થી ૯૯ પી.આર. મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. સંસ્થાના પ્રમુખશ્રી દિલીપભાઈ સંઘાણી એ શાળાના આચાર્યાશ્રી માલાણી અરૂણાબેન એમ. તથા શિક્ષકો તથા વિધાર્થીનીઓને અભિનંદન પાઠવી બિરદાવેલ છે. તેમ શાળાના આચાર્યાશ્રીની યાદીમાં જણાવેલ છે.
Recent Comments