છેલ્લા કેટલાક સમયથી પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક સ્થિતિમાં છે અને ગત મહિને જ તેમની તબિયત
લથડતા તેમને કેટલાક દિવસ માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. આજ સવારથી જ કેટલાક મીડિયા
રિપોર્ટ્સ વહેતા થયા હતા કે ધર્મેન્દ્રની તબિયત વધુ એક વાર ખરાબ થઈ છે અને તેમને વધુ સારવાર માટે
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પરંતુ તેમના નાના પુત્ર બોબી દેઓલએ આવી તમામ અફવાઓને રદિયો
આપ્યો છે. બોબી દેઓલે કહ્યું હતું કે, પપ્પાની તબિયત ખરાબ થઈ હોવાના અને તેમને હોસ્પિટલ એડમિટ કરાયા
હોવાના તમામ રિપોર્ટ્સ ખોટા છે અને તેઓ અત્યારે ઘરે જ રેસ્ટ લઈ રહ્યા છે અને રિકવર થઈ રહ્યા છે. તેમના
સ્વાસ્થ્ય વિશે ચિંતિત તમામ ફેન્સનો હું આભારી છું અને અત્યારે તેઓ સ્વસ્થ જ છે. ૮૬ વર્ષની ઉંમરે પણ પપ્પા
એક્ટિવ છે તે જાેઈને ઘણો આનંદિત છું. આગામી સમયમાં સિનિયર એકટર ધર્મેન્દ્ર તેમના હોમ પ્રોડક્શનની
ફિલ્મ ‘અપને ૨’ માં જાેવા મળશે. આ સાથે જ તેઓ કરણ જાેહરના ડિરેક્શનમાં બની રહેલી રોકી ઔર રાની કી
પ્રેમ કહાનીમાં પણ જાેવા મળશે. જેમાં તેઓ જયા બચ્ચન સાથે ૪૮ વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર નજર આવશે.
Recent Comments