બોલિવૂડ

શિલ્પા શેટ્ટીને મોટી હીરોઈન બનવા માટે બોલીવુડના આ સ્ટારે આપી હતી એક ખાસ સલાહ

બોલિલુડમાં એક જમાનામાં રાજ કરનારી શિલ્પા શેટ્ટીએ જન્મદિવસ મનાવ્યો. બર્થ-ડે સ્પેશિયલ દિવસે શિલ્પા શેટ્ટી સાથે જાેડાયેલા કેટલાક રહસ્યો સામે આવી રહ્યા છે. શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે જ્યારે મેં કેમેરો ફેસ કર્યો ત્યારે મારી હાલત ખુબ જ ખરાબ હતી. હું કેમેરાની સામે તેની સામે ઉભી રહી ગઈ હતી. પછી મને શાહરૂખે એક ખાસ સલાહ આપી હતી. સુપરસ્ટાર કિંગ ખાનની ગણતરી ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત લોકોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખાન પોતાના કો-સ્ટારને ખૂબ જ આરામદાયક ફીલ કરાવતા રહે છે જેથી તે તેના સુપરસ્ટાર મેન ઓરાથી ડર્યા વિના તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે. તાજેતરમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ શાહરૂખ ખાન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટીએ ફિલ્મ ‘બાઝીગર’માં સાથે કામ કર્યું છે.

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે જ્યારે મેં પહેલીવાર કેમેરાનો સામનો કર્યો ત્યારે હું કેમેરા તરફ પીઠ રાખીને ઉભી રહી ગઈ હતી. અભિનેત્રીએ કહ્યું કે તે સમયે શાહરૂખ ખાને જે સલાહ આપી હતી તે સલાહ હંમેશા તેની સાથે રહી અને તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. ફિલ્મના જે ગીત દરમિયાન આ ઘટના બની તેનું નામ હતું- એ મેરે હમસફર. વર્ષ ૨૦૨૦માં શિલ્પા શેટ્ટીએ જણાવ્યું કે, ‘કોરિયોગ્રાફર કટ કટની બૂમો પાડીને મને કહી રહ્યા હતા કે મારા વાળ વચ્ચે આવી રહ્યા છે. આભારી છું કે શાહરૂખ ખાન મારી સાથે હતા ત્યારે મને બાજુમાં લઈ ગયા અને સમજાવ્યું કે કૅમેરો તમારો પ્રેક્ષક છે, તેથી તમે જાેરદાર એખ્સપ્રેશન્સ આપી રહ્યા છો. કોઈ તમને જાેઈ શકશે નહીં. આ સલાહ જીવનભર મારી સાથે રહી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન આ દિવસોમાં ઘણી ચર્ચામાં રહી હતી.

Related Posts