અમદાવાદમાં દહેજના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરતાં ચકચાર
અમદાવાદના વેજલપુરમાં અશ્વલેખા ફલેટમાં રહેતા મુકેશભાઈ ઠકકર(૫૭)ની દીકરી મિત્તલ(૩૧) એમબીએ થઈ હતી. મિત્તલના લગ્ન ૨૦૧૯માં વેજલપુર હેમાંગ પાર્ક સોસાયટીમાં રહેતા વિરલ પુજારા સાથે નક્કી થયા હતા. લગ્ન તારીખ નક્કી થતા વિરલ, સસરા અવિનાશ અને સાસુ રંજનબહેને દહેજ પેટે રૂ.૬ લાખ, ૨૫ તોલા સોનું માગ્યું હતું જેથી મુકેશભાઈ સંમત થઈ ગયા હતા. લગ્નમાં મિત્તલના પિતાએ રૂ.૨ લાખ અને દાગીના આપ્યા હતા. પરંતુ લગ્ન બાદ બાકી રહેલા ૪ લાખની માગણી ચાલુ રાખી હતી. મિત્તલ ગર્ભવતી થતા તેને પિયરમાં મુકી ગયા હતા. દીકરાનો જન્મ થતાં મુકેશભાઈએ રૂ.૨ લાખ આપતા સાસરીવાળા તેડી ગયા હતા. પરંતુ ત્યારબાદ બાકી રહેલા રૂ.૨ લાખ માગતા હતા. મુકેશભાઈ પૈસા આપી ન શકતા સાસરીવાળાએ મિત્તલને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી મિત્તલે ૧ જૂને પિયરમાં બપોરે બેડરુમમાં આત્મહત્યા કરી હતી. મુકેશભાઈએ મિત્તલના પતિ, સાસુ-સસરા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ જમાઈ અને સાસુ-સસરાએ દહેજ પેટે રૂ.૬ લાખ અને ૨૫ તોલા સોનાની ડિમાન્ડ કરી હતી. જાે કે દીકરીના પિતાએ લગ્નમાં રૂ.૪ લાખ અને સોનું આપી દીધું હતું. જ્યારે બાકી રહેલા રૂ.૨ લાખ માટે સાસરિયા હેરાન કરતા હોવાથી મહિલાએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
Recent Comments