જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાઓને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન હેતુસર રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઈડન્સ સેલના વિષય નિષ્ણાંતો દ્વારા તા.૧૩ જૂન, ૨૦૨૨ના રોજ બપોરના ૪ કલાકે નિ:શુલ્ક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબિનારમાં જોડાવા ઈચ્છુકોએ ગૂગલ લીંક http://meet.google.com/gaw-amra-tze પર ASK TO JOIN પર જોડાવાનું રહેશે. વધુ વિગતો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,અમરેલીનો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જિલ્લા રોજગાર વિનિમય કચેરી,અમરેલી દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જતાં યુવાઓ માટે માર્ગદર્શન હેતુસર વેબિનાર યોજાશે

Recent Comments