અમરેલી

કુંકાવાવના ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે ભંડારા પ્રસંગે યોજાયો

અમરેલીના કુંકાવાવ ખાતે આવેલા ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને અમરેલી જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય કિશોરગીરી ગોસાઈના પિતાશ્રી, નિવૃત્ત પ્રાથમિક શાળાના આચાર્ય કૈલાસવાસી શિવલાલગીરીબાપુનો ભંડારા પ્રસંગ યોજાયો હતો આ પ્રસંગે યોજાયેલ ધર્મસભામા અમરાપુર ધાનાણી ગીરનારી આશ્રમના મહંત શ્રી વસંતગીરીબાપુ,દડવા રાંદલ માતા મંદિરના મહંતશ્રી રમેશપ્રગટબાપુ,હરેશપ્રગટબાપુ, મુન્નાબાપુ લુણકી,નટવરગીરીબાપુ અમરેલી, શાખપુર ખોડીયાર મહંતશ્રી,ભાણવડ મહંતશ્રી,પ્રવિણભારથી રાજકોટ, મીલનગીરી જુનાગઢ,કલ્પેશપુરી અમરેલી, પત્રકાર જીતેશગીરી વડીયા આ વિસ્તારના પુર્વ ધારાસભ્ય સભ્ય બાવકુભાઈ ઉંધાડ સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી શાબ્દિક શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ધર્મસભાનુ સંપૂર્ણ સંચાલન દશનામ સમાજના અને ભાજપના યુવા આગેવાન અતુલપુરી ગોસાઈ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Related Posts