વડાપ્રધાન મોદીએ નવસારીમાં ૨૧૫૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ ૨૧૫૧ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. ૧૫૧૦ કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની ૯૮ કરોડ, આરોગ્ય વિભાગની ૫૪૨ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યુ. લોકાર્પણની વાત કરવામાં આવે તો ૯૦૧ કરોડના કામોનું લોકાર્પણ કર્યુ હતું. જેમાં ૭૪૯ કરોડની પાણીની યોજના, ૮૫ કરોડ ઊર્જા, ૪૬ કરોડ માર્ગ મકાન, અને ૨૦ કરોડના શહેરી વિકાસનાં કામોનું લોકાર્પણ કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરીને ઘરઆંગણે જ મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની નેમ વ્યક્ત કરી છે. ત્યારે નવસારી ખાતે અંદાજિત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું પણ વડાપ્રધાન ભૂમિપૂજન કરશે.નવસારીના ખુડવેલમાં આયોજિત કાર્યક્રમ માટે ૧૬ આઈપીએસ,૧ આઈએફએસ,૧૩૨ ડીવાયએસપી,૩૨ પીઆઈ,૧૯૧ પીએસઆઈ, ૧૭૧૮ એએસઆઈ, ૧૦ નાયબ કલેકટર,૯૬૨ વુમન પોલીસ,૪ ડ્રોન કેમેરા,એએસઆઈ એચસી અને પીસી મળીને કુલ ૧૭૧૮ બંદોબસ્તમાં રોકાશે. પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટને લઈ કોઈ વિરોધ ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. નવસારીના ખુડવેલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ વડાપ્રધાન નવસારી હાઇવે નંબર ૪૮ને અડીને આવેલી એમ.એ.નાયક હેલ્થકેર કેમ્પસ અને નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે. મલ્ટીકેર હોસ્પિટલમાં કેન્સરને લાગતી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
કાર્ડિયાક, પીડિયાટ્રિક, જનરલ સર્જરી, વર્લ્ડ ક્લાસ સીટી એમઆરઆઈની પણ હોસ્પિટલમાં સુવિધા આપવામાં આવી છે. હોસ્પિટલ કુલ ૪૦૦ બેડની છે, જેમાં હાલમાં પ્રાથમિક ધોરણે ૧૦૦ બેડ શરૂ કરવામાં આવશે. ન્શ્ ગ્રુપના ચેરમેન અનિલ નાયકની પૌત્રી નિરાલી અઢી વર્ષની ઉંમરે કેન્સરને કારણે મૃત્યુ પામતાં તેની યાદમાં આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં ફક્ત આમંત્રિતો જ હાજર રહેશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાનની ગુજરાતની યાત્રાઓ વધવા લાગી છે. પીએમ મોદી નવસારીના ખુડવેલમાં જાહેરસભાને સંબોધી હતી અને અહીંથી જ નવસારી જિલ્લાના ૩૦૫૦ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ચૂંટણી આવી એટલે કામ થાય તેવું નથી, આ ચુનોતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યુ હોય. અમારા માટે સત્તામાં બેસવું તે સેવાનો અવસર છે. ગુજરાત ગૌરવ અભિયાનનો હિસ્સો બનવું મારા માટે ગોરવની પળ, આટલી વિશાળ સંખ્યામાં જન મેદીની તો મારા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પણ ન હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની જાેડીએ આ સફળ બનાવી, ૫ લાખ લોકો એકત્ર થયા તે ગૌરવની વાત, મને આવતા વાર લાગી કેમ કે હું આદિવાસી ભાઈ-બહેનોની વાત સાંભળતો હતો, લાબા સમય પછી ચીખલી આવ્યો છું, ચૂંટણી આવી એટલે કામ થાય તેવું નથી, આ ચુનોતી છે, એક અઠવાડિયું એવું શોધી લાવો કે જ્યારે વિકાસનું કોઇ કામ ન કર્યુ હોય, અમે ચૂંટણી જીતવા નહીં, લોકોનું ભલું કરવા આવ્યા છીએ, ચૂંટણી તો લોકોના આશિર્વાદથી જીતીએ છીએ, ભુતકાળમાં, આ તમારા આદિવાસી વિસ્તારમાં એક મુખ્યપ્રધાન હતા, તેમના વિસ્તારમાં પાણીની ટાંકી ન હતી, તેઓ હેન્ડપંપ લગાવે અને ૧૨ મહિને બગડી જતાં હતા, હું મુખ્યમંત્રી તરીકે આવ્યો અને અમે તેમના ગામમાં પાણીની ટાંકી બનાવી, અહીં હું થેલો લગાવીને આવતો, મને ભુખ્યા રહેવાની નોબત ન હતી આવતી, તમારા પ્રેમ અને આશિર્વાદ મળ્યા, આદિવાસી વિસ્તારમાં કામ કરવાનો મોકો મળ્યો, તેનાથી વધુ તેમની પાસેથી શીખવા મળ્યું, તેઓ પર્યાવરણની રક્ષા કરનારો સમાજ છે., ડાંગે નેચરલ ફાર્મિગમાં જે કમાલ કરી છે, તે માટે તેમને અભિનંદન આપું છું. મારા સમયે વિજ્ઞાન વાહની શાળાઓ શરુ કરી હતી, આદિવાસીના દિકરાએ ડોક્ટર બનવા અંગ્રેજી ભણવાની જરૂર નથી પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ ઘરઆંગણે સરકારે આપ્યું છે દર વર્ષે અંદાજે ૧૬ લાખ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રિ મેટ્રિક પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બેંક ખાતામાં આપવામાં આવે છે ઇન્વેન્ટરી યોજનામાં ૨૦૦૦થી વધુ પ્રાથમિક શાળાના ૧૮ જેટલા ક્લાસરૂમ પ્રોજેક્ટ છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવી શકે અને તે મોબાઈલ નો પ્રોબ્લેમ ન થાય તે પણ સુનિશ્ચિત કર્યું છે આ વર્ષના બજેટમાં શિક્ષણ માટે બજેટમાં ફાળવણી કરી છે જે પ્રાકૃતિક ખેતી ના પ્રણેતા ૧૪ વડાપ્રધાન ગુજરાત ગૌરવ ઉદ્યાનમાં આપનું માર્ગદર્શન કરવા પધાર્યા છે ત્યારે ગુજરાતે પ્રાકૃતિક ખેતી છે ગૌરવ છે તેને વધુ ઊંચાઈએ લઈ જવા આપણે તેમને ખાત્રી આપીએ તો આવી જતી ડાંગ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે તેમાંથી પ્રેરણા લઇ સમગ્ર રાજ્યના લોકો નો શ્વાસ અને ધરતીમાતાની ગુણવત્તા સુધારવા અન્ય વિસ્તારો પણ આ પ્રાકૃતિક ખેતી અપનાવે તેવો સંકલ્પ આપણે કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે શિક્ષણ સ્વાસ્થ્ય અને સુખાકારી ના ગામોના વિકાસ ગુજરાતની આર્ત્મનિભર અને નવી દિશા આપણને આપશે આઝાદી અમૃત મહોત્સવ વર્ષે ગુજરાત ગૌરવ સમિતિ સમગ્ર રાજ્યમાં વિકાસ કાર્યોને અમૃત કાલ આપણે જાેયો છે.
Recent Comments