ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ધારી ખાતે વિવિધ વ્યવસાયો માટે એડમિશન પ્રક્રિયા શરૂ

—
ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ધારીમાં વિવિધ પ્રકારના (NCVT & GCVT) વ્યવસાયોમાં ઓગસ્ટ-૨૦૨૨ (પ્રથમ રાઉન્ડ માટે) ભરવાપાત્ર બેઠકો પર પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો માટે તા.૨૦ જૂન, ૨૦૨૨ સુધી ઓનલાઈન પ્રવેશ અરજી www.itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી કરી શકાશે. ફોર્મ ભરવાની અને કન્ફર્મ કરવાની છેલ્લી તા.૨૦ જૂન, ૨૦૨૨ રહેશે. વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકાશે એવું સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે
Recent Comments